(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૪
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત હાઈકોર્ટે કેજરીવાલ પર ૨૫ હજારનો દંડ ફટકાર્યો છે. આ દંડ કેજરીવાલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની એમ.એ ની ડિગ્રીની માંગણી કરવા બદલ લગાવવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે ચુકાદો આપ્યો હતો કે, વડા પ્રધાન કાર્યાલય એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રીના પ્રમાણપત્રો સબમિટ કરવાની જરૂર નથી. ઁસ્ર્ંના જન સૂચના અધિકારી (ઁૈર્ંં), ગુજરાત યુનિવર્સિટી અને દિલ્હી યુનિવર્સિટીના ઁૈર્ંંને વડાપ્રધાન મોદીની ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનની ડીગ્રીઓની વિગતો સબમિટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. તેમાં ગુજરાત હાઈકોર્ટની સિંગલ જજ બેન્ચના જસ્ટિસ બિરેન વૈષ્ણવે ચીફ ઈન્ફોર્મેશન કમિશન (ઝ્રૈંઝ્ર)ના આદેશને રદ્દ કરી દીધો છે. જણાવી દઈએ કે, ઁસ્ની ડિગ્રી માંગવા બદલ કોર્ટે અરવિંદ કેજરીવાલ પર ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ અરવિંદ કેજરીવાલે પણ આ અંગે પ્રતિક્રિયા આપતા ટિ્વટ કર્યું હતું. દિલ્હીના મુખ્યમંત્રીએ લખ્યું- શું દેશને એ જાણવાનો પણ અધિકાર નથી કે, તેમના ઁસ્એ કેટલો અભ્યાસ કર્યો છે? તેણે કોર્ટમાં ડિગ્રી બતાવવાનો ઉગ્ર વિરોધ કર્યો હતો, શા માટે? અને તેમની ડીગ્રી જાેવાની માંગણી કરનારને દંડ કરવામાં આવશે? આ શું થઈ રહ્યું છે? ૨૦૧૬ માં માહિતી અધિકાર (ઇ્ૈં) વિનંતીનો જવાબ આપતા, કેન્દ્રીય માહિતી આયોગે વડા પ્રધાન કાર્યાલય (ઁસ્ર્ં), ગુજરાત યુનિવર્સિટી અને દિલ્હી યુનિવર્સિટીને ઁસ્ મોદીની અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતક ડિગ્રીઓ વિશે માહિતી આપવાનો નિર્દેશ આપ્યો હતો. પીએમ મોદીના ચૂંટણી દસ્તાવેજાે અનુસાર, તેમણે ૧૯૭૮માં ગુજરાત યુનિવર્સિટીમાંથી સ્નાતક અને ૧૯૮૩માં દિલ્હી યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી હતી