ઝગડીયા -09-03-2023
ઉમલ્લા ચાર રસતા ખાતે લગાવેલ CCTV કેમેરા માત્ર શોભાના ગાંઠિયા હોય તેમ લાગી રહ્યું છે…
ગતરોજ દુમાલા વાઘપુરા ગામ ખાતે રહેતી અને ઘરકામ કરી ગુજરાન ચલાવતી એક 60 વર્ષીય મહિલા રોડ ક્રોસ કરતી વખતે કોઈક ફોરવીલ ચાલકે ચંપાબેન ઉર્ફે સોમીબેન બોખાભાઈ વસાવા રહે દુમાલા વાઘપુરા નીચલું ફળિયું તાલુકો ઝગડીયા જિલ્લા ભરૂચ ને અકસ્માત સર્જી ગંભીર ઇજાઓ પોહચાડી ત્યાંથી જતો રહ્યો હતો… આ જોતા ત્યાંના એક રહીશ દ્વારા તેને 108 એમ્બ્યુલન્સ ને ફોન કરતા ચમ્પાબેન ને 108 એમ્બ્યુલન્સ મારફતે ઉમલ્લા ના સરકારી દવાખાના ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં મહિલા ની હાલત ગંભીર જણાતા હાજર તબીબ દ્વારા તેઓ ને આગળ રાજપીપળા ખાતે રેફર કરવામાં આવ્યા હતા ત્યાં પણ તેમની હાલત વધુ ગંભીર જણાતા તેમને વડોદરા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓને હાજર તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા..અવારનવાર થતા અકસ્માત માં લોકો ના જીવ જતા અકસ્માત સર્જનાર વાહન ચાલકો ને અમુક કેશો માં છટકી જતા હોઈ છે જેઓ નો વર્ષો સુધી કોઈ પત્તો લાગતો નથી અને ગુનો કરી કોઈ ગરીબ નો જીવ લઈ બિદાસ ફરતા થઈ જતા હોઈ છે..
ત્યારે લોક મુખે સવાલ એ છે કે ઉમલ્લા ચાર રસ્તા ખાતે લાગેલ cctv કેમરા વર્કિંગ કન્ડિશન માં છે ખરા ? કે પછી બંધ હાલત માં ? જો cctv કેમેરા ચાલુ હાલત માં છે તો અકસ્માત સર્જનાર ત્યાંથી પસાર થતા તેમાં આબાદ જોઈ શકાય અને cctv ફૂટેજ ના આધારે જેતે વાહન ચાલક ને પોલીસને શોધવામાં સરળતા રહશે પરંતુ જો cctv બંધ હાલત માં હશે તો તે એક ગંભીર બાબત કહેવાય જો cctv વર્કિંગ કન્ડિશનમાં હશે તો જે તે મહિલાને અડફેટે લેનાર ફોરવીલ ચાલક ને પોલીસ દ્વારા ઝડપી લેવામાં મુશ્કેલી નહીં આવે ..ત્યારે આ બાબતે પોલીસ દ્વારા આ દિશા માં શુ પગલા લે છે અને કોઈ અકસ્માત ના પુરાવા મેળવે છે કે નહીં તે જોવું રહ્યું..
અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતા માર્ગ પર સતત વાહનો ની અવરજવર થતી હોઈ છે જેના કારણે અકસ્માત થતા રહે છે બીજી તરફ આ ધોરીમાર્ગ ઉપર ઘણા વેપારી મથકો હોવાથી અહીંયા લૂંટફાટ, બાઈક, કાર ચોરી,અકસ્માતો જેવા ગંભીર ગુના પણ મોટી સઁખ્યા માં બનતા હોઈ છે અને તેને ધ્યાને લઈ ઉમલ્લા રાજપારડી ઝગડીયા જેવા મુખ્ય મથક ના ચાર રસ્તા ખાતે ટાવર ઉભા કરી તેને લાઈટ અને કેમરા થી સજ કરવામાં આવ્યા છે અને તેના આધારે અમુક ગુના કરી ભાગતા આરોપીઓ ને ખોરી ને સજા પણ થઈ છે . પરંતુ આ બાબતે અમુક જગ્યા ઉપર આ કેમરા બંધ હાલત માં હોઈ અથવા તે જુના હોવાથી તેના થી સ્પષ્ટ રીતે જોઈ શકાતું નથી જેથી કરી ઉમલ્લા, રાજપારડી, ઝગડીયા જેવા મુખ્ય મથક ઉપર CCTV કેમરા જેતે સંસ્થા દ્વારા લગાવામાં આવ્યા હોઈ તેમના દ્વારા સુચારુ રૂપ થી ચાલતા રહે તેવું હાલ લોકો ઇચ્છી રહ્યા છે ત્યારે હવે આ બાબતે પોલીસ દ્વારા અકસ્માત સર્જી ભાગી ગયેલ વાહન ચાલક પોલીસ સ્કંજા માં આવે છે કેમ તે જોવું રહ્યું.. હાલ તો આ બાબતે રાજેશ ભાઈ બોખા ભાઈ વસાવા એ ઉમલ્લા પોલીસ સ્ટેશન માં સફેદ કલર ની ફોર વહીલથી અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે…
રિપોર્ટર /- સતીશ વસાવા ઝગડીયા
#DNSNEWS
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો