પોલીસ દ્વારા વિસ્તારને કોર્ડન કરી વિસ હજાર ઉપરાંત ના મુદામાલ સાથે ચાર શકુનીયા ને ઝડપી પાડયા
ભરૂચ જિલ્લા ના રાજપારડી પોલીસ સ્ટેશન તરફથી મળતી માહિતી અનુસાર ગતરોજ રાજપારડી હદ વિસ્તારમાં પોલીસના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે નવી તરસાલી ગામ ખાતે કેટલાક ઈસમો પાના પત્તાથી પૈસા નો હાર જીતનો જુગાર રમતા હોય પોલીસના માણસો ને બાતમી મળતા રૂંઢ કસબા ગામના ઇમરાન ગુલામનબી ગોરી ના ઘરના પાછળ ના ભાગમાં ટોર્ચના અજવાળે પાના પત્તા વડે પૈસાનો હાર જીતનો જુગાર રમતા કેટલાક ઈસમો ટ્રોચ ના અજવાડામાં દેખાતા રાજપારડી પોલીસના માણસોએ જેતે વિસ્તારને કોર્ડન કરી અચાનક તેઓ ને ઝડપી લેવાના પ્રયાસો હાથ ધરતા ખુલ્લામાં રમતા કેટલાક ઈસમો ભાગતા પોલીસના માણસો દ્વારા ચાર ઈસમો ને સ્થળ ઉપર, રોકળ,મોબાઇલ, પાના પત્તા સહિત ઝડપી પાડયા હતા…
01- કાસમ એહમદ શેખ… ઉંમર વર્ષ 32 રહે નવી તરસાલી ચીનાફળિયું તાલુકો ઝઘડીયા જિલ્લો ભરૂચ
02- રસુલ ગુલામ શેખ….ઉંમર વર્ષ 23 રહે નવી તરસાલી ચીના ફળિયુ તાલુકો ઝઘડિયા જીલ્લો ભરૂચ
03- અયુબ રફીક મન્સુરી ઉંમર વર્ષ 32 રહે બેંક ઓફ બરોડા ની ની પાછળ નવી વસાહત ભાલોદ
04- યાસીન હુસેન શેખ ઉંમર વર્ષ 32 રહે ચીના ફળિયું નવી તરસાલી તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચ
નાઓ પાસેથી સ્થળ ઉપરથી મળેલ મુદ્દા માલ સહિત રૂપીયા 20,150 /- લઈ ચાર ઈસમો ની અટક કરી તેઓ વિરુદ્ધ જુગાર કલમ 12 મુજબ રાજપારડી પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી
રિપોર્ટર /- સતીશ વસાવા ઝગડીયા
#DNS NEWS
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો