November 19, 2024

ઝગડીયા તાલુકા ના રાજપારડી થી ઉમલ્લા તરફ જતા માર્ગ ઉપર હાયવા ટ્રક ની પાછળ બાઈક અથાળી દેતા અકસ્માતમાં બાઈક ચાલક નું ઘટના સ્થળે મોત..

Share to

અકસ્માતો ની વણઝાર યથાવત ઝગડીયા તાલુકામાં અકસ્માતોમાં ઘણા લોકો મૃત્યુ પામે છે…

આજ રોજ સવારના સાડા નવેક વાગ્યાના અરસામાં વરૂણ પ્રોકન પ્રા.લી. માથી હાઇવા ટ્રક નંબર G J-04-A T-8209 માં પથ્થર ભરીને સારસા ગામે રોડ નું કામ ચાલતુ હોય ત્યા ખાલી કરવા માટે નીકળેલ હતી જે રાજપારડી પસાર કરયા બાદ સારસા ગામથી થોડેક આગળ ગાડી ખાલી કરવા માટે ટ્રક ચાલકે ગાડી રોડની સાઇડમાં ઉભી રાખેલ હતી જેમાં ડ્રાઈવર ગાડીમાથી નીચે ઉતરી ઉભો હતો તે દરમ્યાન રાજપારડી તરફથી એક મોટર સાયકલનો ચાલક પુર ઝડપે અન ગફલતભરી રીતે હંકારી લાવી સાઈડ માં ઉભેલ હાઇવા ટ્રકની પાછળના ભાગે અથાડી દેતા બાઈક સવાર રોડ ઉપર પડી જતા હાયવા ચાલક ત્યા દોડી ગયેલ અને જોયેલ તો બાઈક ચાલક હિરો કંપનીની પેશન પ્રો મોટર સાયકલ નંબર GJ-16-BA-8827 ની મોટર સાયકલનો ચાલકને શરીરે ગંભીર ઇજા થતા તેના માથાના ભાગેથી લોહી નીકળતુ હતુ

અને તે કોઇ હલન ચલન કરતો ન હતો આ જોતા ત્યાંથી અન્ય આવતા જતા રાહદારીઓ ભેગા થઇ જતા તેમાંથી કોઈક દ્વારા 108 એમ્બ્યુલન્સને ફોન કરતા થોડી વારમાં 108 એમ્બ્યુલન્સ આવી 108 ના તબીબ દ્વારા મોટર સાયકલના ચાલકને ચેક કરતા તે મરણ ગયેલ હોવાનું જણાયુ હતું મરણ જનાર ઇસમ ઝગડીયા ના મોહનફળિયા માં રહેતા કનુભાઇ મેલસીંગભાઇ જોગી ઉ.વ.આ.45 હોવાનુ માલમ પડ્યું હતું…સબંધીઓ દ્વારા તેઓની લાશને 108 એમ્બ્યુલન્સ માં અવિધા સરકારી દવાખાનામા લઈ જવામાં આવી હતી ..

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા /

#DNS NEWS


Share to

You may have missed