November 20, 2024

ઝઘડીયાના જુનાપોરા ગામે મગરના હુમલામાં મરણ પામનાર યુવકના પરિવારને પાંચ લાખની સહાય આપવામાં આવી

Share to

ઝઘડિયાના ધારાસભ્યના હસ્તે મૃતકના પરિવારને રુ.પાંચ લાખનો ચેક આપવામાં આવ્યો

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જુનાપોરા ગામના યોગેશભાઇ વસાવા નામના એક યુવકનું અગાઉં નર્મદા નદીમાં મગરના હુમલાથી મોત નીપજ્યું હતું.સરકાર તરફથી નિયમ મુજબ યુવકના પરિવારને સહાય આપવામાં આવી હતી. આજરોજ જૂનાપોરા ગામ ખાતે મરણ પામેલ યુવકના પરીવારને સરકાર તરફથી મળેલ સહાયનો ચેક આપવામાં આવ્યો હતો. ઝઘડિયાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવાના હસ્તે વન અધિકારીઓ આર.ડી.જાડેજાની હાજરીમાં આ ચેક આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઝઘડિયા તાલુકા ભાજપા મહામંત્રી ભુપેન્દ્રસિંહ રાઠોડ, તાલુકા પંચાયત ન્યાય સમિતિના અધ્યક્ષ જયેન્દ્રભાઈ વસાવા, અગ્રણી નરેન્દ્રસિંહ રાજ, ફોરેસ્ટર મહેશભાઇ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા #DNSNEWS


Share to

You may have missed