November 21, 2024

સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી નિમિતે ડેડીયાપાડાના ચોપડી ગામ ખાતે પ્રાથમિક શાળાના 100 જેટલા બાળકોને સ્વેટર તેમજ ફૂડ વિતરણ કરવામાં આવ્યું.

Share to





ભારતીય સંસ્કૃતિને વિદેશમાં નામના અપાવનાર સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે ડેડીયાપાડાના અંતરિયાળ ગામ એવા ચોપડી ગામ ખાતે પ્રાથમિક શાળાના 100 જેટલા બાળકોને શિયાળામાં ઠંડી સામે રક્ષણ આપે એવા ગરમ વસ્ત્રો સ્વેટર તેમજ ફૂડનું વિતરણ કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લા પંચાયતના સદસ્ય હિતેશ વસાવા દ્વારા બાળકોના વાલીઓ સાથે સંવાદ કરીને બાળકો માટે શિક્ષણ અને કેળવણીનું મહત્વ સમજાવવામાં આવ્યું. તેમજ અંતરિયાળ વિસ્તારના વધુ ને વધુ બાળકો અભ્યાસ કરે આગળ આવવા અને સમાજનું નામ રોશન કરે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિની ઉજવણી અંતરિયાળ વિસ્તારના બાળકો સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા મહામંત્રી નીલકુમાર રાવ, જિલ્લા પંચાયત સભ્ય હિતેશભાઈ વસાવા, મોરજડી જિલ્લા પંચાયત સભ્ય સોમભાઈ વસાવા, જિલ્લા યુવા મોરચા પ્રમુખ ગૌરાંગ બારીયા અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિનેશ વસાવા
દુરદર્શી ન્યૂઝ
ડેડીયાપાડા


Share to

You may have missed