આગળ ચાલતી મોટરસાયકલની ઓવરટેક કરવા જતા પાછળ ચાલતી મોટરસાયકલનો અકસ્માત સર્જાયો હતો.
ઝઘડિયા તાલુકાના પીપલપાન ગામે રહેતા દેવનભાઈ મણીલાલભાઈ વસાવા ખેતીવાડી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ દેવનભાઈ નો પુત્ર દેવેન્દ્ર તથા તેનો મિત્ર રોશન તેના બનેવીની મોટર સાયકલ લઇ નેત્રંગ ખરીદી કરવા ગયા હતા. નેત્રંગ ખરીદી કરી પરત ફરતી વેળા જેસપોર ગામે ચોકડી નજીક રોશને તેની મોટરસાયકલ ચલાવતા વખતે એક બીજી મોટરસાયકલની ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં રોશન તથા દેવેન્દ્ર રોડ પર ઢસડાયા હતા, દેવેન્દ્રને બંને પગે, હાથે, માથામાં, મોઢા, ચેહરાના ભાગે ઈજા થયેલ હતી અને બેભાન અવસ્થામાં દેવેન્દ્રને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા નેત્રંગ સીએચસી ખાતે લઈ જવાયો હતો.
રોશનને નેત્રંગ પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી હતી જ્યારે દેવેન્દ્રને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા લઈ જવાયો હતો, ભરૂચ સિવિલ હોસ્પિટલના તબીબોએ દેવેન્દ્રને મરણ જાહેર કર્યો હતો અકસ્માત સંદર્ભે મરણ જનાર દેવેન્દ્ર ના પિતા દેવનભાઈ મણીલાલભાઈ વસાવા એ ઝગડીયા પોલીસ મથકમાં રોશન અરવિંદભાઈ વસાવા રહે. પીપલપાન તા. ઝઘડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા
#DNSNEWS
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.