ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાનાં રાજપારડી ખાતે શ્રીમતી ડી.પી. શાહ,વિધામંદિર, રાજપારડી ખાતે ઉમલ્લા ની રાજશ્રી પોલીફિલ કંપનીના સૌજન્યથી ઝઘડિયા સેવારૂરલ દ્વારા નિશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ આયોજિત કેમ્પમાં ઝઘડિયા સેવારૂરલ હોસ્પિટલના તબીબોએ ૩૩૧ આંખની વિવિધ તકલીફવાળા દર્દીઓને તપસ્યા હતા અને ૪૪ મોતિયાના ઑપરેશનની જરૂરિયાતમંદ દર્દીઓને સેવા રૂરલ હોસ્પિટલ ખાતે લઈજઈ નિશુલ્ક ઑપરેશનની વ્યવસ્થા કરેલ ઉપરાંત ૨૬૧ ચશ્માની જરૂરિયાતવાળા આંખના નંબર તપાસીને ચશ્મા આપવામાં આવ્યા હતા.
અત્રે આયોજિત નેત્ર નિદાન કેમ્પનો, રાજપારડી ઉમલ્લા અને ઝઘડિયા તાલુકા વિવિધ ગામોના ૩૩૧ દર્દીઓએ લાભ લીધો હતો. ઉલ્લેખનીય છે કે રાજશ્રી પોલીફિલ કંપની અને ઝઘડિયા સેવારૂરલ સંસ્થા દ્વારા અવારનવાર વિવિધ કેમ્પોનું આયોજન કરવામાં આવે છે.
રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા
#DNSNEWS
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.