September 4, 2024

કોસંબાનાં લીમોદ્રાનાં ફાર્મહાઉસ માંથી 1.50 લાખથી વધુનો વિદેશી દારૂ મળી આવ્યો

Share to





ળતી માહિતી અનુસાર મંગળવારના રોજ એલ.સી.બી સુરત ગ્રામ્યના પોલીસના માણસો કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં દરમ્યાન એલ.સી.બી. સુરત ગ્રામ્યના ASI ભાવેશભાઇ જેરામભાઇ , તથા અ.હે.કો.વિક્રમભાઇ સંગ્રામભાઇનાઓને સંયુક્ત રીતે ચોક્કસ બાતમી હકિકત મળેલ કે ” મૌજે લીમોદ્રા ગામની સીમમાં આવેલ શિવાલીક ફાર્મ હાઉસમાં બનાવેલ મકાનો પૈકી અંદર પ્રવેશતા જ પ્રથમ આવેલ બન્ને મકાનોમાં બનાવેલ બાથરૂમોમાં લીમોદ્રા ખાતે રહેતો કિશન પ્રવિણભાઇ પટેલ તથા લીંડીયાત ગામમાં રહેતો વિરલભાઇ ધનસુખભાઇ વસાવા નાઓએ વિદેશીદારૂનો જથ્થો મંગાવી ફાર્મહાઉસના બન્ને મકાનના બાથરૂમોમાં સંતાડેલ છે અને સગેવગે કરવાની પેરવીમાં છે .” તેવી ચોક્કસ બાતમી આધારે પોલીસની એક ટીમે સ્થળ ઉપર રેઇડ કરતા ઘટના સ્થળેથી 1,50,600/-ની કિંમતી 744 નંગ વિદેશી દારૂની નાની મોટી બોટલોનો માતબર જથ્થો મળી આવ્યો જતો તેમજ એક સ્પ્લેન્ડર મો.સા.GJ 05 DJ 3156 મળી આવી હતી પોલીસે બને આરોપી લી કિશન પ્રવિણભાઇ પટેલ(લીમોદ્રા વચલું ફળિયું તા.માંગરોળ) તથાં વિરલભાઇ ધનસુખભાઇ વસાવા(કોલોની ફળિયું લીડયાત તા.માંગરોળ)ને વોન્ટેડ જાહેર કરી 1.65 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તેઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી


એડીટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત


Share to

You may have missed