September 8, 2024
Share to

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

કેવડિયા થી નવસારી તરફ જતી બસ ને અકસ્માત સર્જાતા બસમાં બેઠેલા મુસફરો નો જીવ તાડવે ચોંટ્યા …

બસ ડ્રાંઇવર ના જણાવ્યા અનુસાર કેવડિયા થી નવસારી તરફ જતી વખતે રાજપારડી નજીક ખડોલી પાસે એક ટ્રક ના ચાલકે અચાનક વળી જતા બસ ડ્રાઈવરે બસ ને ટક્કર થી બચાવા જતા બસ રોડ ની સાઈડ માં ઉતરી ગઈ હતી અને વીજ પોલ સાથે ભટકાઈ હતી રાજપારડી ના ખડોલી નજીક બસ અને ટ્રક સાથે અકસ્માત માં મુસાફરો ને નાની મોટી ઇજા ઓ થવા પામી છે તો બીજી તરફ અકસ્માત સર્જાતા મુસાફરો ઘભરાઈ ગયા હતા પરંતું  બસ ના ડ્રાઈવરે સમય સૂચકતા વાપરતા પેસેન્જરો નો આબાદ બચાવ થયો હતો…

જોકે આ ઘટના સંદર્ભે રાજપારડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી..જોકે ટ્રક ચાલક પોતાની ટ્રક છોડી ફરાર થઈ ગયો હતો આ લખાઈ રહ્યું છે ત્યાં હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ થઈ ના હતી…

#દૂરદર્શી ન્યૂઝ


Share to

You may have missed