September 4, 2024

ભરૂચ જિલ્લામાં ૧૫મી ઓક્ટોબરના રોજ ગરીબ કલ્યાણ મેળો યોજાશેજિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો અંકલેશ્વર ખાતે યોજાશે

Share to


નિવાસી અધિક કલેક્ટર શ્રી એન આર ધાધલના અધ્યક્ષસ્થાને ગરીબ કલ્યાણ મેળાની પૂર્વ તૈયારી અંગે અધિકારીઓ સાથે બેઠક યોજાઇ
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ભરૂચઃ મંગળવાર :- સમગ્ર રાજ્યમાં આગામી તારીખ ૧૫ ઓક્ટોબરના રોજ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ભરૂચ જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળાની સુચારૂ આયોજન અંગે તાજેતરમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી એન આર ધાધલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઇ હતી.
બેઠકમાં ભરૂચ જિલ્લામાં આગામી તારીખ ૧૫મી ઓકટોબરના રોજ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો મા શારદા ભવન ટાઉનહોલ,અંકલેશ્વર ખાતે યોજાશે. જેમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને કીટ, સહાય વિતરણ કરવામાં આવશે.
નિવાસી અધિક કલેક્ટરશ્રીએ જણાવ્યુ હતું કે, ગરીબ કલ્યાણ મેળાનું સુદ્રઢ આયોજન સહિત ચાલુ વર્ષના લાભાર્થીઓને આ મેળામાં તમામ લાભ મળે તે મુજબ સરકારશ્રીની સુચના અને માર્ગદર્શન મુજબ વિભાગવાર કાર્યવાહી સમયમર્યાદામાં કરવા અમલીકરણ અધિકારીઓને જણાવ્યું હતું
આ બેઠકમાં નાયબ ડી.ડી.ઓ.શ્રી તથા સબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share to

You may have missed