DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

Share to

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે દશેરાના પર્વ નિમિત્તે રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાથીજી યુવક મંડળ દ્વારા ભાથીજી મંદિર ની સામે ના મેદાનમાં રાવણ દહન નો કાર્યક્રમ યોજાયો હતો. ૧૨ ફૂટ જેટલી રાવણનુ પુતળું મંડળના યુવાનો દ્વારા બનાવવામા આવ્યું હતું અને તેનુ દહન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનો વડીલો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રાવણના પુતળા નું દહન થતાં આતશબાજી જોવા મળી હતી. પુતળા દહનની સાથે જ જય શ્રી રામ ના નારા ગુંજી ઉઠ્યા હતા. અસત્ય અને અહંકાર સામે સત્ય ના વિજયને મીઠાઈ નો પ્રસાદ વહેંચી વધાવ્યો હતો.

#દૂરદર્શી ન્યૂઝ


Share to