September 8, 2024

ઝગડીયા ના ગોવાલી ખાતે CKG સ્કૂલ ખાતે કાનુની જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું

Share to

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલીખાતે સી.કે.જી સ્કૂલ ખાતે કાનુની જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર કોરોબારી અધ્યક્ષ સોનિયા બેન ગોકાણી ના માર્ગદર્શન હેઠળ
જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ ભરૂચ અને તાલુકા કાનુની સેવા સમિતિ ઝઘડિયાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં શાળાના બાળકોને જરુરી કાનુની જાણકારીથી માહિતગાર કરવામાં આવ્યા હતા. ગોવાલી મુકામે યોજાયેલ કાર્યક્રમમાં કાયદા ધારા શાસ્ત્રી નીરલ કુમાર આર પંચાલ દ્વારા બાળકોને રક્ષણના કાયદા(પોક્સો) સંબંધી કાનુની જાણકારી આપવામાં આવી હતી આયોજિત કાર્યક્રમમાં પોક્સોના કાયદા અંતર્ગત બાળકોને રક્ષણ પુરુ પાડવા સંબંધી જાણકારી આપવામાં આવી હતી ઉપરાંત પોક્સો કાયદા નીચે ભોગ બનનારને મળતા અધિકારો તેમજ પોક્સોની ઇન્સાફી કાર્યવાહી સંબંધી અગત્યના મુદ્દાઓ તેમજ આવા ગુનાના આરોપીઓને માટે જે કડક સજાની જોગવાઇ છે તે સંબંધી જાણકારી પણ આપવામાં આવી હતી.

#દૂરદર્શી ન્યૂઝ


Share to

You may have missed