November 26, 2024

એસ.ઓ.જી. પોલીસે નેત્રંગ ના કેલ્વીકુવા ગામેથી ત્રણ વર્ષ થી નાસતી ફરતી મહિલા આરોપી ઝડપી પાડી.

Share to

ભરૂચ એસ.ઓ.જી.  પોલીસે નેત્રંગ તાલુકા ના કેલ્વીકુવા ગામે છાપો મારી છેલ્લા ત્રણ વર્ષ થી પોલીસ ચોપડે નાસતી ફરતી મહિલા આરોપી ને ઝડપી પાડી જેલમા ધકેલી દેતા નાસતા ફરતા આરોપીઓ મા ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.


ભરૂચ એસ.ઓ. જી પોલીસ ટીમ અંકલેશ્વર ડીવીઝન વિસ્તાર મા પ્રેટોલીગ મા હતા, તે સમય દરમિયાન ચોક્કસ બાતમીદાર થકી મહિલા પોલીસ કમઁચારી ભુમિકાબેન ને મળેલ બાતમી મુજબ નેત્રંગ પોલીસ સ્ટેશન ના ગુના રજીસ્ટ્રાર નં. ૦૮ / ૨૦૧૯ મુજબ નોધાયેલ ગુનાની મહિલા આરોપી મીતા રાહુલ મંગભાઇ વસાવા ઉ. વષઁ ૩૧.  રહે કેલ્વીકુવા ખાતે જ છે. જે બાતમી ના આધારે પોલીસે છાપો મારી છેલ્લા ત્રણ વર્ષ થી પોલીસ ચોપડે નાસતા ફરતી ઉપરોક્ત મહિલા ને ઝડપી પાડી જેલમા ધકેલી દીધી છે.

દૂરદર્શી ન્યૂઝ વિજય વસાવા નેત્રંગ


Share to

You may have missed