November 20, 2024

નેત્રંગ તાલુકા વિકાસ અધિકાર પાસે વિકાસ ના કામોની માહીતી માંગતા ચલક ચલાણી કીયા ધેર ધાણી વાળી નીતિ અપનાવી વિકાસ ના કામોની માહીતી તલાટીઓ ના શીરે થોપી બેસાડતા તલાટી મંડળ મા છૂપો રોષ….

Share to

નેત્રંગ તાલુકા વિકાસ અધિકાર પાસે વિકાસ ના કામોની માહિતી માગવામા આવતા પોતે આપવાની થતી માહિતી તાલુકા ની તમામ ગ્રામપંચાયત ના તલાટીઓના શીરે થોકી બેસાડી દેતા તલાટીમંડળ મા છુપા રોષની લાગણી ફરીવળી છે.
પછાત એવા નેત્રંગ તાલુકા ના સવાઁગી વિકીસ અઁથે કેન્દ્ર તેમજ રાજય સરકાર થકી વિવિધ યોજના હેઠળ નાણા ફાળવી વિકાસ ના કામો કરવાના હોય છે. જે નેત્રંગ તાલુકા પંચાયત ના તાબા હેઠળ કરવાના થતા હોય છે.


 ત્યારે તાલુકા પંચાયત કચેરી ની બાંધકામ શાખા મા બેઠેલા કમઁચારીઓ વિકાસના કામો મા પદાધિકારીઓ તેમજ જવાબદાર મુખ્ય અધિકારીઓ ની રહેમ નજર તેમજ સાંઠગાંઠ ને લઇ ને બેફામ ચાલતા ભ્રષ્ટાચાર ને લઇ ને અગાઉ તાલુકા પંચાયત ના મહિલા સભ્ય ના પતિએ તાલુકા પંચાયત કચેરીમા ખુલ્લેઆમ વિરોધ કરી ભ્રષ્ટાચાર કરનારા અધિકારીઓ ને આડે હાથે લીધા હતા. ત્યારે હાલમા જ એક સામાજીક  કાયઁકરે વિકાસ ના કામોમા ચાલતા ભ્રષ્ટાચાર ને લઇ ને  તા, ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ તાલુકા વિકાસ અધિકાર નેત્રંગ પાસે તાલુકા મા વિવિધ યોજના હેઠળ થયેલા તેમજ થઇ રહેલા વિકાસ ના કામોની માહિતી માગવામા આવી છે.
  ત્યારે આ માહિતી જેતે વ્યકિતએ નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી પાસે માંગી છે. જે આપવાની જવાબદારી જેતે અધિકારીની થતી હોય છે.
પરંતુ તાલુકા પંચાયત કાર્યાલય થકી ચલકચલાણી વાળી યુક્તિ અપનાવી ને તા, ૨૭‌-૦૯-૨૦૨૨ ના રોજ કમાંક તા.પ/પચત/ વળી ૨૦૨૨ થી હુકમ થી તાલુકા ની તમામ ગ્રામપંચાયત ના તલાટીઓને  જેતે અરજદારે કરેલ અરજી ની માહીતી તલાટીઓ એ આપવાનો હુકમ કરતા તલાટી મંડળ મા ક્યાંક ને ક્યાંક છુપા રોષ ની લાગણી ફરી વળી છે.


તલાટી મંડળ ના જણાવ્યા મુજબ તાલુકા પંચાયત કચેરી મા તમામ ગ્રામપંચાયત થી લઇ ને ક્યા ક્યા વિકાસ ના કામો થયા છે. કયા કામો બાકી છે. તમામે તમામ માહિતી તાલુકા પંચાયત કચેરી ખાતે હોય જ છે. તેમ છતા તલાટીઓના માથે માહિતી આપવાની જવાબદારી થોપી બેસાડવાનું કારણ શુ ??? આ બાબતે જીલ્લા વિકાસ અધિકારી કોઈ ધ્યાન આપશે ખરા ???


Share to

You may have missed