* સોયાબીનને જીવનદાન મળતા ખેડુતોએ રાહતનો શ્વાસ લીધો,વાતાવરણમાં ઠંડક પ્રસરી
તા.૧૮-૭-૨૦૨૧ નેત્રંગ
નેત્રંગ તાલુકામાં જુન માસના પ્રારંભની સાથે જ મેઘરાજાનું ધમાકેદાર આગમન થતાં ખેડુતો ખેતીકામમાં જોતરાઇ હતા.ખેતર ખેડી રૂ.૧૪૦૦૦ ક્વિન્ટલના ભાવના સોયાબીનના બિયારણનું વાવેતર કયુઁ હતું.સોયાબીનના પાકના જરૂરિયાતના સમયે જ મેઘરાજ હાથતાળી એટલે ગાયબ થઇ જતાં ખેડુતો ચિંતાતુર જણાઇ રહ્યા હતા.બોર,કુવા,તળાવ અને નદી-નાળામાં પાણી સ્તર ભુગર્ભમાં ઉતરી જતાં પીવાના સિંચાઈ પાણીની સમસ્યાઓ વતૉઇ રહી હતી.ભારે ગરમી અને બફારાથી જનજીવન અસ્તવ્યસ્ત બની જવા પામ્યું હતું.ધરતીપુત્રો મેધરાજા વસરે તે માટે આજીજી કરવા મજબુર બન્યા હતા.
જેમાં બે-ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણ સાથે વરસાદનું આગમન થશે તેવું લાગી રહ્યું હતું.જે વાત ખરી પડી હતી.લાંબા સમયના વિરામ બાદ વહેલી સવારથી જ નેત્રંગ વિસ્તારમાં વાજતેગાજતે મેધરાજનું આગમન થતાં ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા માંડી હતી.મરણપથારીએ પડેલ સોયાબીનના પાકને જીવનદાન મળ્યું હતું.નદી-નાળામાં નવા વરસાદી પાણીના નીર આવ્યા હતા.આવનાર સમયમાં પણ મેધરાજા ધમધમાટી હાથે બેટિંગ કરે તેવી ધરતીપુત્રોમાં આશા વતૉઇ રહી હતી.
રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ
More Stories
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો
નેત્રંગ તાલુકામા રેતમાફીયો-ભુમા ફીયોની રોયલ્ટી પાસ વગરની રેતી,માટી,કપચી ભરી જતી પાંચ ટ્રકો મામલતદારે ઝડપી પાડી.
એકબીજાને સમજતા થઇએ, સમજતા થઇશું તો સમજાવવાનો તબક્કો જ નહીં આવે- ડો. મતાઉદ્દીન ચિશ્તી