નેત્રંગ તાલુકામાં આવેલ ભક્તિધામ સ્વામિનારાયણ મંદિર ખાતે આજ રોજ તા.૧૮-૦૭-૨૦૨૧ ના રોજ યોગી મહિલા કેન્દ્ર દ્વારા તાલુકાની બહેનો ને સાડી વિતરણ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
કોરોના કાળમાં આવકના સ્ત્રોત સુકાઈ ગયા છે ત્યારે ગરીબ, પછાત અને આદિવાસી સમાજની સેવામાં કાર્યરત યોગી મહિલા કેન્દ્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારની ૨૦૦ મહિલાઓને સાડી વિતરણ કરીને વસ્ત્રદાનના મહિમાને ઉજાગર કર્યો છે.
સાથે ભક્તિધામ સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે જ ચાલી રહેલ વૈશ્વિક મહામારી કોરોના સામે બાળકોમાં કોરોના સંક્રમણની અટકાયત તથા વેકસીનેસન જાગૃતિ અભિયાન અંતર્ગત હરિધામ સોખડાથી પધારેલ યોગી મહિલા કેન્દ્ર ના સુવાશબેન, શુક્મણિબેન અને સોહ્રાડબેને હાજરી આપી હતી. અને દરેક લોકો વેકસીનેસન કરાવે એ માટે અપીલ કરી હતી. કોરોનાને ડામવા માટે વેકસીનેસન જ એક ઉપાય છે.
આ પ્રસંગે ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઇ વસાવા,નેત્રંગ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ,નેત્રંગ ગ્રામપંચાયત ના મહિલા સરપંચ સીમાબેન બાલુભાઈ વસાવા, વાલિયા તાલુકા પંચાયત ના પ્રમુખ સેવનતુંભાઈ વકીલ બાર એસોસિએશન તાલુકાના પ્રમુખ સ્નેહલકુમાર પટેલ સહિત અન્ય ઘણા હરિભક્તો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.