રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા
પડવાણીયાના નાગરીકે જીલ્લા પંચાયતને માહિતી એક્ટ હેઠળ અરજી કરી માહિતી માંગી..
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાં હાલ કેટલાક નાગરીકો દ્વારા તાલુકામાં વિવિધ ગ્રાન્ટ ક્યાં ક્યાં વપરાઇ તે બાબતે માહિતી માંગવામાં આવી રહી છે. અગાઉ એક નાગરીક દ્વારા ૧૪ મા નાણાપંચની ગ્રાન્ટ સંબંધે માહિતી માંગવામાં આવી હતી, જ્યારે તાલુકાના પડવાણીયા ગામના રાજેન્દ્રભાઇ લક્ષ્મણભાઇ વસાવા નામના નાગરીકે ભરૂચ જીલ્લા પંચાયતને જાહેર માહિતી અધિનિયમ હેઠળ અરજી કરીને ઝઘડિયા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વર્ષ ૨૦૧૦ થી ૨૦૨૨ સુધીના સમય દરમિયાન કેટલી ગ્રાન્ટ કયા કયા કામો માટે ફાળવેલ છે
તે મત વિસ્તારમાં આવતા તાલુકા પ્રમાણે રેકર્ડ આધારિત વિગતોની માહિતી માંગી હતી. તેમજ આ સમય દરમિયાન ફળવાયેલ ગ્રાન્ટ કઇ જગ્યાએ કયા કયા કામો માટે વાપરેલ છે, તેની દરેક કામોની વિગત રેકર્ડ આધારિત પ્રમાણિત નકલ સાથે મેળવવા માહિતી એક્ટ હેઠળ અરજી કરી હતી. વિધાનસભાની ચુંટણીઓ નજીકમાં છે ત્યારે તાલુકામાં વિવિધ ગ્રાન્ટ ક્યાંક્યાં વપરાઇ તેની માહિતી આરટીઆઇ હેઠળ માંગવામાં આવી રહી છે તેને લઇને તાલુકાના રાજકારણમાં હાલ તો ગરમાવો જોવા મળી રહ્યો છે.
#દૂરદર્શી ન્યૂઝ
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.