November 21, 2024

ભરૂચ શહેર પૂર્વ કોંગ્રેસ પ્રમુખ વિક્કી શોખી સહિત 200 જેટલા આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા

Share to

DNSNEWS

ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં પ્રદેશકક્ષાએથી હોદ્દેદારોમાં ભારે નારાજગી અને અણગમો જોવા મળી રહ્યો છે. જેને લઈ જિલ્લા કોંગ્રેસના હોદેદારો અને કાર્યકરો ટપોટપ નારાજગીનામાં ધરી કોંગ્રેસ પક્ષમાંથી છેડો ફાડી નાખ્યા હતા.

તાજેતરમાં જ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરથી નારાજ થઈ ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી શોખી, પ્રદેશ કોંગ્રેસ યુવા હોદ્દેદાર નિકુલ મિસ્ત્રી, વાગરા અને શહેર તેમજ તાલુકાના 7 હોદેદારોએ રાજીનામાં આપી દીધા હતા આજે રવિવારે તેઓ સત્તાવાર જાહેરાત મુજબ વિધિવત ભાજપમાં જોડાઈ ગયા હતા.

ભરૂચ ડિસ્ટ્રીકટ કો ઓ સહકારી બેંક ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, વિધાનસભા નાયબ મુખ્ય દંડક ભરૂચ ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણા, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, ધર્મેશ મિસ્ત્રી, નિશાંત મોદી સહિતની ઉપસ્થિતિમાં કોંગ્રેસના 200 જેટલા હોદેદારો અને કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીના 2 હોદેદારોને ભાજપમાં આવકાર આપી કેસરિયો ખેસ પહેરાવાયો હતો.


Share to

You may have missed