November 21, 2024

છોટાઉદેપુર નર્સિંગ કોલેજ ખાતેસ્ટાફ નર્સ બહેનોનું સન્માન કરતા આરોગ્ય રાજયમંત્રી

Share to

આગામી સમયમાં છોટાઉદેપુર જિલ્લામાં મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવશે મંત્રી: નિમિષાબેન સુથાર

છોટાઉદેપુર જિલ્લામાં મેડિકલ કોલેજ આવે એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાનું મેડિકલ કોલેજ માટેનું સ્વપ્ન આગામી સમયમાં સાર્થક થશે એમ રાજયના આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબિબી શિક્ષણ રાજયમંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી નિમિષાબેન સુથારે જણાવ્યું હતું.


છોટાઉદેપુર ખાતે આવેલી નર્સિંગ કોલેજ ખાતે સ્ટાફ નર્સીસના સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિતોને સંબોધતા મંત્રી નિમિષાબેન સુથારે જણાવ્યું હતું કે, કોરોના કાળમાં રસીકરણ થકી આમજનતાને સુરક્ષા કવચ પુરૂં પાડવામાં નર્સ બહેનોનો સૌથી મોટો ફાળો રહેલો છે એમ જણાવી તેમણે સ્ટાફ નર્સ આરોગ્ય વિભાગની કરોડરજજૂ છે એમ કહી તેમણે નર્સ દર્દીને પોતાના પરિજનની જેમ સેવા ચાકરી કરતી હોય છે અને ફરજના ભાગરૂપે અનેક લોકોના જીવ બચાવે છે એમ ઉમેર્યું હતું.
તેમણે સિવિલ હોસ્પિટલના સ્ટાફ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, હેલ્થ પ્રેકટિશનરનો મુખ્ય ધ્યેય , માતા અને બાળક જીવ બચાવવાનો છે. તેમણે જણાવ્યું હતું કે, દરેક નવું જન્માનાર બાળક સૌથી પહેલા નર્સનું મોંઢું જુએ છે એમ જણાવી તેમણે પોતે એક મહિલા તરીકે આરોગ્ય મંત્રી બન્યા એનો હર્ષ અને ગૌરવની લાગણી અનુભવતા હોવાનું જણાવ્યું હતું. તેમણે આરોગ્યકર્મીઓની બઢતી અને પગાર અંગેના પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવશે એમ જણાવ્યું હતું.


કાર્યક્રમ દરમિયાન નવજાત બાળકો માટે બનાવવામાં આવેલી ન્યુ બોર્ન બેબી છ મહિના સુધી ઉપયોગ લઇ શકે એવી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ દર મહિને ૧૫૦ થી ૨૦૦ ડિલીવરી કરનાર નર્સોનું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણ, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ.આર.ચૌધરી, જનરલ હોસ્પિટલના અધિક્ષક ડૉ. યોગેશભાઇ પરમાર, નર્સિંગના કોલેજના આચાર્ય, જનરલ હોસ્પિટલનો સ્ટાફ, અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર / ઈમરાન મન્સૂરી,બોડેલી -છોટા ઉદેપુર


Share to

You may have missed