September 7, 2024

માંડવી સરકારી હોસ્પિટલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સામાજિક ન્યાય અધિકારી વિભાગ દ્વારા દિવ્યાંગો માટે પરીક્ષણ શિબિર નું આયોજન

Share to

સુરત જિલ્લા ના માંડવી સરકારી હોસ્પિટલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારી વિભાગ દ્વારા તેમજ સાંસદ પ્રભુભાઈ વસાવા ના પ્રયત્નો થકી દિવ્યાગો માટે પરીક્ષણ કેમ્પનું તારીખ 3. 9. 2022 ના રોજ સાંસદ પ્રભુભાઈ વસાવાની અધ્યક્ષતામાં દિવ્યાંગ લાભાર્થી ના હસ્તે દીપ પ્રાગટ્ય કરીપરીક્ષણ કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવા એ જણાવ્યું હતું કે આ દિવ્યાંગો માટેનો કેમ્પ માંડવી તાલુકો નગર તેમજ ઉંમરપાડા વિસ્તારના દિવ્યાંગો આજરોજ યોજવામાં આવ્યો છે. જેથી દિવ્યાંગો એમનું જીવન સરળતાપૂર્વક જીવી શકે એ માટે કુત્રિમ અંગો માટે ભારત સરકાર અને એલીમકો ના સહયોગ થકી આ પરીક્ષણ કેમ્પ નો શુભારંભ કરવામાં આવેલ છે. જેનો લાભ દિવ્યાંગો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લઈ રહ્યા છે. તેમજ તારીખ 4. 9 .22 ના રોજ તરસાડી તેમજ 5 .9. 22 ના રોજ બારડોલી ખાતે તેમજ 6 .9 .22 ના રોજ પલસાણા તેમજ 7. 9. 22 ના રોજ વ્યારા તથા 8 .9. 2022 ના રોજ સોનગઢ તેમજ ન9.9.2022 2022 ના રોજ નિઝર ખાતે દિવ્યાંગો માટે પરીક્ષણ કેમ્પ યોજાશે. જેમાં સુરત સિવિલ હોસ્પિટલના ડોક્ટરની ટીમ તથા એલિમકોદ્વારા કૃત્રિમ અંગો બનાવતી કંપની દ્વારા પરીક્ષણ કરી જરૂરિયાત મુજબના કુત્રિમ અંગો બનાવી દિવ્યાંગ લાભાર્થીઓને અર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે મામલતદાર મનીષભાઈ પટેલ, અધિક્ષક ડૉ. પરિમલ ચૌધરી તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર નરેન્દ્ર ભાઈ ચૌધરી, નગર ભાજપ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા

રીપોર્ટર / નિકુંજ ચૌધરી, દૂરદર્શી ન્યુઝ માંડવી


Share to

You may have missed