November 21, 2024

ઝઘડિયા જીઆઇડીસીમાં ચોરીની બે અલગઅલગ ઘટનાઓમાં કુલ રુ.૫૭ હજારનો સામાનની ચોરી સાથે ત્રણ ને ઝડપી લીધા

Share to

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

જીઆઇડીસીમાં વિવિધ પોઇન્ટ પર સીસી ટીવી કેમેરા મુકવામાં આવ્યા હોવા છતાં તસ્કરો બેફામ બન્યા સીસી ટીવી માત્ર શોભા ના ગાંઠિયા બન્યા

ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતેની જીઆઇડીસીમાં અવારનવાર ચોરી તેમજ મારામારીની ઘટનાઓ બનતી નજરે પડે છે. અગાઉ ઝઘડિયા જીઆઇડીસીમાં વિવિધ પોઇન્ટ પર સીસી ટીવી કેમેરાની સુવિધા ઉભી કરવામાં આવી હોવાનું જણાવાયું હતું, ત્યારે સીસી ટીવી કેમેરાનો પણ તસ્કરોને ડર નથી રહ્યો, એવી લાગણી તાલુકાની જનતામાં દેખાઇ રહી છે. આવીજ એક ચોરીની ઘટનામાં જીઆઇડીસીની હિન્દુસ્તાન સ્પેશિયાલિટી કેમિકલ્સ નામની કંપનીમાંથી યુઝ થયેલા એસ.એસ.ના ૩ નંગ વાલ્વની ચોરી થવા પામી હતી.

આ અંગે ઉપરોક્ત કંપનીમાં નોકરી કરતા જગદીશ શ્રીગોપીસીંગ સીંગ હાલ રહે.કાપોદરા તા.અંકલેશ્વર અને મુળ રહે. હરિયાણાનાએ ઝઘડિયા પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ આજરોજ તા.૨૪ મીના રોજ જાણ થઇ હતીકે કંપનીમાં ખુલ્લા વર્કશોપમાં મુકેલા વપરાશ થયેલા એસ.એસ.ના ત્રણ નંગ વાલ્વ જ્યાં મુકેલા હતા તે તેની જગ્યાએ જણાયા નહતા. આ અંગે તપાસ કરતા રુ.૪૫૦૦૦ ની કિંમતના યુઝ થયેલા ત્રણ નંગ વાલ્વ કોઇ ચોરી ગયું હોવાની ખાતરી થઇ હતી. ચોરીની બીજી ઘટનામાં ઝઘડિયા જીઆઇડીસીની આરતી થ્રી એમ પ્રોજેક્ટ નામની કંપનીમાં હાલ કોન્ટ્રાક્ટથી કામ કરતા કોન્ટ્રાક્ટરના સુપરાઇઝર હરિવદન ઉર્ફે પિન્ટુ પ્રજાપતિએ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી કે કંપનીમાં ચાલતા કામમાં પ્લાસ્ટર ચણતરના કામમાં ઉપયોગમાં લેવાતી લોખંડની જાળી નંગ ૧૬ જેની કુલ કિંમત રુ.૧૨૮૦૦ જેટલી થાય છે, તેની ગઇકાલે રાત્રી દરમિયાન ચોરી થવા પામી હતી. ઝઘડિયા જીઆઇડીસીની ઉપરોક્ત ચોરીની બન્ને ઘટનાઓ સંદર્ભે ઝઘડિયા પોલીસે તપાસ હાથ ધરી આ ગુનામાં સંડોવાયેલ ત્રણ ઇસમો સદામખાણ, રહે કાથા,ભીંડ મધ્યપ્રદેશ,
લવકુશ દયાશઁકર કાલુ પ્રજાપતિ રહે બડીખરી ભીંડ મધ્યપ્રદેશ, જયશઁકર સિગ રામવિનોદસિંગ નામના ઈશમો ને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા…

#દૂરદર્શી ન્યૂઝ


Share to

You may have missed