November 21, 2024

લોકસભા બેઠકના પ્રભારી રાજસ્થાનના કેબિનેટ મંત્રીએ નેત્રંગ ની મુલાકાતે.

Share to



પ્રતિનિધિ : વિજય વસાવા,નેત્રંગ)

ભરૂચ લોકસભા બેઠકના પ્રભારી અને રાજસ્થાન ના કેબિનેટ મંત્રી નેત્રંગની મુલાકાતે આવતા નેત્રંગ તાલુકા કોંગ્રેસ કાર્યકરોમા ઉત્સાહની સાથે આનંદ ની લાગણી ફરી વળી છે.કાર્યકરો થકી તેઓનુ ભવ્ય સ્વાગત થયુ.
ગુજરાત વિધાનસભાની ચુંટણી જેમજેમ નજીક આવી રહી છે.ત્યારે તમામ રાજકીય પક્ષોના નેતાઓ,કાર્યકરો ચુંટણી ની તૈયારીઓ મા લાગી ગયા છે.તેવા સંજોગો મા બેઠકો નો દૌર પણ શરૂ થઈ ગયો છે.
નેત્રંગ સહિત પૂર્વના પછાત તાલુકાઓમા ભારતીય ટ્રાયબલ પાર્ટીએ ગુમાવેલ સતા બાદ વિધાનસભાની બેઠકો જાળવી રાખવા કે વધારવા?આમ આદમી પાટીં સાથે ગઠબંધન કર્યું છે.બીજી તરફ નેત્રંગ સહિત પૂર્વના પછાત તાલુકાઓમા વષો પછી ભાજપે સતાનુ સુકાન તાલુકા પંચાયતો મા મેળવીયુ છે.પરંતુ અધિકારીઓ,પદાધિકારીઓની મીલીભગત થી થઈ રહેલા વિકાસ ના કામોમા નકરી ગોબાચારી વાળી નીતિ તેમજ અધિકારીઓ નુ જ રાજ ચાલતુ હોવા થી આમ જનતા હેરાનપરેશાન થઈ ગઈ છે.
તેવા સંજોગો તેનો લાભ ઉઠવા માટે કોગ્રેસ ના કાર્યકરો પૂર્વ ના પછાત તાલુકાઓમા સકિય થઈ રહ્યા છે.ત્યારે ૨૫ ઓગસ્ટ ના રોજ ભરૂચ લોકસભા બેઠકના પ્રભારી અને રાજસ્થાન સરકાર ના કેબિનેટ મંત્રી ગોવિંદરામ મેધવાલે ગુજરાત કોંગ્રેસ ના જનરલ સેકેટરી સંદીપ માંગરોલા સાથે નેત્રંગ ખાતે કોંગ્રેસ અગ્રણી શકુર પઠાણ તેમજ ભરૂચ લોકસભા બેઠક ના પૂર્વ ઉમેદવાર અને નેત્રંગ ગ્રામપંચાયત ના પૂર્વ ઉપસરપંચ શેરખાન પઠાણના ધરે શુભેચ્છા મુલાકાત કરી હતી.તાલુકા કોંગ્રેસ ના કાયકરો પણ હાજર રહ્યા હતા.આગામી વિધાનસભાની ચુંટણીને લઈને આ એક મહત્વ બેઠક યોજાઈ હતી.


Share to

You may have missed