November 21, 2024

નર્મદા જિલ્લાનો વરસાદઆજદિન સુઘી જિલ્લામાં નોંધાયો સરેરાશ કુલ-૧૪૮૯ મિ.મિ. વરસાદ

Share to



રાજપીપલા,ગુરૂવાર :- નર્મદા જિલ્લામાં તા.૨૫ મી ઓગષ્ટ,૨૦૨૨ ને ગુરૂવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન તિલકવાડા તાલુકામાં ૦૧ મિ.મિ.વરસાદ નોંધાયો હતો. જ્યારે ગરૂડેશ્વર, દેડીયાપાડા, નાંદોદ અને સાગબારા તાલુકામાં વરસાદે વિરામ લીધો હતો. ઉપરાંત નર્મદા જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ-૧૪૮૯ મિ.મિ. વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૧૯૧૦ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનું સ્થાને જાળવી રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો-૧૬૪૦ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, તિલકવાડા તાલુકો-૧૪૨૭ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, નાંદોદ તાલુકો-૧૨૭૨ મિ.મિ.સાથે ચોથા ક્રમે અને ગરૂડેશ્વર તાલુકો-૧૧૯૫ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.

જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ-૧૩૬.૧૩ મીટર, કરજણ ડેમ-૧૧૦.૩૦ મીટર, નાના કાકડીંઆંબા ડેમ-૧૮૭.૧૦ મીટર અને ચોપડવાવ ડેમ-૧૮૭.૪૩ મીટર અને નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ ૨૪.૭૮ મીટરની સપાટીએ હોવાના અહેવાલ પણ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.


Share to

You may have missed