ઝગડીયા GIDC માં સેફટી વગર કામ કરતા કામદારો
કોન્ટ્રાકટરો દ્વારા અપાતા નથી સેફટી ના સાધનો
ઝગડીયા GIDC માં કામદારો ના જીવન સાથે ચેડાં કરતા કેટલા કોન્ટ્રાકટરો લાઈસેન્સ વિનાના ?
પ્રાપ્ત વિગતો મુજબ મુળ વેસ્ટ બંગાલનો રહીશ અને
હાલ બોરોસિલ કંપનીની લેબર કોલોની ખાતે રહેતો ૩૦
વર્ષીય સફીકુલ તામીજઉદ્દિન શેખ ગતરોજ તા.૧૯ મીના
રોજ અન્ય કામદારો સાથે બોરોસિલ કંપનીમાં પાયલિંગ
(બોર) નું કામ કરવા ગયો હતો, તે દરમિયાન સવારના
અગિયાર વાગ્યાના સમયે હાઇડ્રાનો બેલ્ટ તુટી જવાથી
લોંખડની પ્લેટ નીચે પડી હતી. આ પ્લેટ નીચે સફીકુલ દબાઇ જતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
ત્યારબાદ સફીકુલને એમ્બ્યુલન્સ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો, જ્યાં આ ઇજાગ્રસ્ત કામદારને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.
ઘટના બાબતે મૃતકના પિતરાઇ ભાઇ નાઝીરહુશેન શેખ
હાલ રહે. બોરોસિલ કોલોની અને મુળ વેસ્ટ બંગાલનાએ ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં આવેલા ઉધોગો પૈકી ઘણા ઉધોગોમાં વારંવાર સર્જાતી જીવલેણ ઘટનાઓને લઇને ઉધોગોમાં કામ કરતા કામદારોની સલામતિ બાબતે સવાલો ઉઠવા પામ્યા છે.તયારે અનેક વાર ઉદ્યોગો માં કન્સ્ટ્રક્સન કરતી વખતે અને અન્ય ઉંચાઈ ઉપર કામગીરી કરતી વખતે કંપની ના સત્તાધિસો અને કોન્ટ્રાકટરો દ્વરા સાવચેતી ના સાધનો કામદારો ને પુરા પાડવામાં નથી આવતા અને કામદારો ને જીવ ના જોખમે કામ કરવા આવા ઉદ્યોગો મજબુર કરતા હોઈ છે જેના કારણે આવા સન્જોગો માં દુર્ઘટના બનતા ગરીબ મજુર આવી દુર્ઘટના માં પોતાનો જીવ ગુમાવતા હોઈ છે અનેક વાર ઝગડીયા GIDC માં કામ કરતા વર્કર વિના સેફટી ના સાધનો વિના કામ કરતા નજરે ચડ્યા છે જેને ડી એન એસ ન્યૂઝ ના સમાચારો માં અનેક વાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે અને ભરૂચ સેફટી વિભાગ ને પણ આ વિશે માહિતગાર કરવામાં આવ્યું છે પરંતુ ઉદ્યોગો ના કાને જુ સુદ્ધા રેગતી નથી અને સુધરવાનું નામ નથી લેતા ક્યાંક ને ક્યાંક આવા ઉદ્યોગો પોતાની વગ ધરાવી તંત્ર ને પણ ચૂપ કરાવી દેતા હોઈ છે પરંતુ સામાન્ય માનવી ના જીવ જતા રહે છે અને તેનો આવા લોકો ઉપર કોઈ પણ જાતનું ફર્ક પડતું નથી તો ઝગડીયા ની કેટલીક કંપની ઓ માં કોન્ટ્રાકટરો પણ વિના લાઇસન્સ પણ કામ કરતા હોવાનું લોકમુખે ચર્ચા થઈ રહી છે જેઓ ને કોઈ પણ જાત નું નોલેજ નથી જે બાબતે તેઓ પણ કંપની સત્તાધીસોના મેળાપીપણા માં આવી કંપની માં કામ હાંસલ કરીલેતા પોતાના કોન્ટ્ટ્રાકટ ચાલુ કરી લોકો નું શોષણ કરતા હોઈ છે જેના કારણે લોકોના જીવ સાથે ખિલવાડ કરતા હોઈ છે ત્યારે આવા કો્ટ્રાકટરો અને ઉદ્યોગો ના સત્તધીસો ઉપર લગામ લગાવી વિના લાઈસેન્સ અને નીતિ નિયમો વિના કામ કરી રેહલ કોન્ટ્રાકટરો ની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બની ગયું છે..
રિપોર્ટ / સતીશ વસાવા ઝગડીયા ભરૂચ
#દૂરદર્શી ન્યૂઝ
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.