નેત્રંગ પોલીસ મથકના પી.એસ.આઈ. એસ.વી.ચુડામસા અને સ્ટાફ સાતમ આઠમના તહેવાર શ્રાવણીયા જુગાર રમતા શકુનીઓના વોચ હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નેત્રંગના શાંતિનગર ફળીયામાં રહેતો વિજય ભગવાનદાસ માછી પોતાના રહેણાક ઘરમાં માણસો બોલાવી જુગારધામ ચલાવે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા 16 હજાર અને 6 મોબાઈલ ફોન પ્લાસ્ટીકનું પાથરણુ,પાના પત્તાં મળી કુલ ૩૬,૧૧૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને જુગાર રમાડતા મુખ્ય સૂત્રધાર વિજય ભગવાનદાસ માછી,મહમંદરફીક મહંમદહનીફ શેખ,રવીન ચંદુભાઇ વસાવા,ફકીર મહંમદ મેહબુબ મહંમદ રસુલ ગરાસીયા,રણછોડ ચંદુભાઇ વસાવા,અરબાઝ મહેબુબ સીરાજુદ્દીન શેખને ઝડપી પાડ્યો હતો અત્રે ઉલ્લેખનીય છેકે નેત્રંગ પોલીસે આ બીજો જુગાર ઝડપી પાડ્યો હતો.
*દૂરદર્શી ન્યૂઝ વિજય વસાવા નેત્રંગ*
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.