November 21, 2024

ઝગડીયા તાલુકાના પડવાણીયા થી આમલઝર નો રસ્તો અત્યંત બિસ્માર… સ્થાનિક આગેવાનો પણ માત્ર ચૂંટણી ટાણે જ વોટ લેવા આવતા હોઈ તેવી લોક ચર્ચા…

Share to

ઝગડીયા તાલુકામાં વિકાસ ના કામો ના મુદ્દા સહિત અન્ય પ્રશ્નો બાબતે બધા રાજકીય પક્ષો ની ચુપકિદી…લોક પ્રશ્નો ને તંત્ર સુધી પોહચાડવામા બધા રાજકીય પક્ષ નિષ્ફડ

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના ધારોલી થી રાજપારડી તરફ આવતા માર્ગ પર મસમોટા ખાડા થી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ઘણા સમય થી આ રસ્તા ને બનાવવામાં ન આવતા આ માર્ગ ની સ્થિતિ અત્યંત ખરાબ થઈ જતા આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો ને હાલાકી ભોગવાના વારો આવ્યો છે. કીચડ થી લતપથ પડવાણીયા થી આમલઝર સુધી નો માર્ગ ખાડા માર્ગ થઈ ગયો છે..

આ રસ્તા માં મસમોટા ખાડા પડી ગયા હોવાથી ખાડા માં પાણી ભરાઈ રહેતા કેટલાય લોકો ના વાહનોના ટાયર ખાડા માં પડવાથી ગાડી નું સંતુલન જતું રહેતા ટુ વીહલર ઉપર બેસેલા વ્યક્તિ પણ પડી જતા તેઓને ઇજા ઓ પોહચે છે તો તેઓ ના વાહનો ને પણ નુકશાન થતું હોઈ છે તો કેટલીક જગ્યા ઉપર ચિકણી માટી હોવાના કારણે વાહન સ્લીપ થઈ જતા હોઈ છે જેના કારણે પણ લોકો ને ઈજાઓ થતી હોઈ છે.જો વાત કરવામાં આવે આ માર્ગ ની તો વાલિયા તાલુકાને અને ઝગડીયા તાલુકાના રાજપારડી ને જોડતો આ મુખ્ય માર્ગ છે આ માર્ગ પર અનેક ગામો આવેલા છે જેમાં આ રસ્તા ઉપર થી રાત દિવસ તેઓ અવરજાવર કરતા હોઈ છે આમોદ,વાસણા,ધારોલી, પડવાણીયા,ગુલાફળિયા, ભોજપોર કડીયાડુંગર, જેવા ગામથી સ્થાનિક લોકો અને નોકરિયાત વર્ગ કામ અર્થે રોજબરોજ આ માર્ગ પરથી પસાર થતા હોઈ છે પરંતુ કેટલાય વર્ષ થી અહીંયા નો માર્ગ સમય જતા ની સાથે ખખડધજ થઈ જતા રોડ નું નામો નિશાન રહ્યું નથી આ રસ્તા ઉપર માત્ર ખાડાજ છે..

લોક મુખે ચર્ચાઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક સ્થાનિક આગેવાનો અને મોટી મોટી વાતો કરતા સ્થાનિક નેતા પણ આ બાબતે ચુપકિદી સેવી રહ્યા હોઈ તેમ લાગી રહ્યું છે પોતાની હાઇ ફાઈ કાર માં ચૂંટણી વખતેજ બહાર માત્ર વોટ માટે નીકળતા હોઈ છે જેઓ રોડ રસ્તા ની ખરાબ હાલત ને જોઈ ને પણ લોક હિત ના પ્રશ્નો ને તંત્રના ધ્યાને દોરવામા આવા મુદ્દા ને અવગણી રહ્યા હોંઈ તેમ લાગી રહ્યું છે..અત્રે ઉલ્લેખનીય છે કે ઝગડીયા તાલુકા ના અનેક રોડ રસ્તા ની હાલત ગાડી તો દૂર ની વાત છે પરંતું ચાલી શકાય તેવી પસરિસ્થિતિ પણ હાલ રહી નથી ત્યારે અધિકારીઓ અને લાગતું વળગતું તંત્ર આવા માર્ગો ઉપર પૂરતું ધ્યાન કેન્દ્રિત કરી વહેલી તકે આવા માર્ગો નું સમારકામ અથવા નવીનીકરણ કરી આપે તેમ લોકો ઇચ્છી રહ્યા છે …

#DNSNEWS


Share to

You may have missed