November 21, 2024

લ્યો બોલો હવે માર્ગ અને મકાન વિભાગ નહીં પણ લીઝ ધારકો બનાવશે રોડ…..

Share to

માત્ર એક કિલોમીટર કરતા પણ ઓછા અંતર ના રસ્તા ને ઉમલ્લા વેલુગામ રોડ સાથે સમાવેશ ના કરતા તંત્ર અને સ્થાનિક નેતાઓ સામે લોકો માં આક્રોશ….

રીપોર્ટ / સતીશ વસાવા ઝગડીયા

ઝઘડિયા તાલુકાના ઉમલ્લા દુ.વાઘપુરા ગામે બજારમાં 24 કલાક ચાલતી રેતીની ટ્રકોની અવરજવરથી રોળ રસ્તા બિસ્માર થઈ ગયા છે તથા બઝાર માં આવતા ગ્રાહકો કિચ્ચડ થતું હોવાથી અને રેતી ના વાહન ના કારણે બજાર માં ખરીદી અર્થે આવતા તેઓ સાથે અકસ્માત થવા ના કારણે ગભરાઈ છે..

લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે કરોડાના ખર્ચે બનવામાં આવેલ ઉમલ્લા વેલુગામ રોડ ને પૂરો કરવામાં હવે ગણતરી નાજ દિવસો બાકી છે ત્યારે અગાઉ બનાવેલ રોડ ને કિસાન પથ યોજના હેઠળ બનાવામાં આવ્યો હતો જેનું પ્રમાણ આજે પણ રેલવે ફાટક નજીક મોટા અક્ષર માં જાહેરાત કરતું જોવા મળે છે જેમાં જુના રોડ ને દુમાલા વાઘપુરા બઝાર ની હદ થી અશા વેલુગામ સુધી બનાવવામાં આવ્યો હતો પરંતુ નવો રોડ ઉમલ્લા બજાર થી બનાવતા સ્થાનિક લોકો માં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.. કે કેમ આ રોડ ને માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વર રાજપીપલા જતા ધોરી માર્ગ સાથે જોડવામાં નથી આવ્યો જે કારણે આ રસ્તો અત્યંત બિસ્માર બની ગયો છે.. અને આજ માર્ગ ની વાત કરવામાં આવે તો માત્ર એક કિલોમીટર ની અંદર આવતા આ માર્ગ ને અધૂરો છોડી દેતા ભારે વાહનો ની અવરજ્વર થી તેમાં મસ મોટા ખાડા પડી જવાથી અહીંના સ્થાનિક અને વેપારીઓને ભોગવાનો વારો આવ્યો છે એતો કેહવત છે ને “”” કે કરે કોણ અને ભરે કોણ””” ત્યારે આ બાબતે હાલ તો પાંચાયત,અને માર્ગ મકાન વિભાગ દ્વારા પણ જાણે હાથ અધ્ધર કરી નાખ્યા હોઈ તેમ ઘણા સમય થી કોઈજ કામ કરવામાં આવયુ નથી

માહિતી અનુસાર બે દિવસ પેહલા ઉમલ્લા અને દુમાલા વાઘપુરા ના સરપંચ અને અન્ય અગ્રણીઓ દ્વારા રસ્તો રોકી ટ્રકોને બઝાર માંથી જતા અટકાવી હતી જેના કારણે રેતી ભરી આવતી ટ્રકો રસ્તા માંજ અટકી ગઈ હતી જેના કારણે ટ્રક માલિકો અને લીઝ સંચાલકોને તેની જાણ થતા તાતકાલિક ઉમલ્લા ખાતે બે ગામ ના સરપંચ સહિત અગ્રણીઓ સાથે બેઠક યોજીને લીઝ માલિકો ને રજુઆત કરવામાં આવી હતી કે રેતી ના વાહનો ના કારણે ઉમલ્લા દુ વાઘપુરા ના બજાર માં આવેલ માર્ગ ને નુકશાન પોહચે છે અને બિસ્માર બની જતા સ્થાનિકો અને સ્કૂલ જતા બાળકો ને શાળા માં જવાની મુશ્કેલી પડી રહી છે તથા અકસ્માત નો ભય પણ છે ત્યારે લીઝ ધારકો એ મુખ્ય બજારમાં રેલવે ફાટકથી નવરાત્રી ચોક સુધીનો રસ્તો સિમેન્ટ કોંક્રીટનો બનાવી આપવાનું કબુલ્યુ હતુ…ત્યારે લીઝ ધારકો દ્વારા રોળ બનાવી આપવાની બાંહેધરી આપી તે સારી બાબત કહેવાય પરંતું સવાલ એ છે કે રેતી ના કારણે લાખો રૂપીયા ની રોયલ્ટી સરકાર ને જાય છે ત્યારે આ રોળ પણ માર્ગ અને મકાન વિભાગ પાંચાયત હસ્તક છે તો પછી આ માર્ગ ને બનાવાની જવાબદારી કોની….? સરકારની કે પછી રેતી ના લીઝ ધારકોની…?

અત્રે ઉલ્લેખનીય છે કે ઝગડીયા તાલુકા માં મોટા પ્રમાણ માં ખનીજ નો ભંડાર આવેલો છે રેતી, સિલિકા, લીગનાઈટ, સ્ટોન, સહીત ના અનેક ખનીજ આ વિસ્તારમાંથી દેશ ના ખૂણે ખૂણે પોહચે છે જેના થી સરકાર ને મોટા પાયે રોયલ્ટી પણ મળે છે તથા અહીંના કેટલાય સ્થાનિક નાગરિકો ટ્રક ડ્રાઈવરો સહિત અન્ય લોકો ને રોજગારી પણ મળે છે… પરંતું આજ ખનીજો ને સ્થળ ઉપરથી લઈ જતા વાહનો અનેક ગામો માંથી પસાર થાય છે જેના કારણે આ ગામો ના રોળ રસ્તા બિસ્માર થઈ જતા હોઈ છે તથા નાગરિકો ને પણ આનાથી અગવડતા પડે છે જેના કારણે કેટલી વાર આવા ખનીજો ને વહન કરતા ટ્રક ડ્રાઈવરો સાથે ગ્રામીણો બાખડતા હોઈ છે અને ટ્રક તથા સામાન ને પણ નુકસાન પોંહચાડતા હોઈ છે તો કોઈક વાર ટ્રક ડ્રાઈવરો ના કારણે અન્ય વાહન ચાલકો સાથે અકસ્માત પણ થતા અનેક લોકો ના જીવ પણ જતા હોઈ છે.. પરંતું આવી ઘટનાઓ અનેક વાર બનતા તંત્ર તેના પર વિશેષ ધ્યાન દોરતું નથી જેના કારણે આવી સમસ્યા નો અંત જ નથી આવતો અને તે ચાલતું જ રહે છે જેના કારણે ગ્રામીણ, ટ્રક માલિકો, ઉદ્યોગ માલિકો આમાં પીસાતા રહે છે ત્યારે આવી બાબતો ને ધ્યાન માં લઈ તંત્ર કોઈ ને પણ નુકશાન ના થાય અને બધું સુચારુરૂપ થી ચાલતું રહે તેવા ઉપાય કરી તેનો યોગ્ય નિકાલ કરે તે ઇચ્છનીય છે…

સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો9978868200

#દૂરદર્શી ન્યૂઝ


Share to

You may have missed