November 20, 2024

ઉમલ્લા પોલીસ સ્ટેશન ની હદમાં આવેલ અચ્છાલિયા ગામની 25 લાખ ઉપરાંત ની ચોરી નો ભેદ હજુ પોલીસ ઉકેલી નથી શકી….

Share to

રીપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

ઉમલ્લા પોલીસ ના હાથ હજુ પણ ચોર સુધી ના પોંહચતા લોકમુખે ચર્ચા…
લોકો ની સુરક્ષા ની વાતો કરતા પોલીસ તંત્ર પર જાણે કોઈ પણ જાતની પરવાહ ના હોઈ તેમ અનેક ચોરી ના કેસ હજુ શોધી નથી શકી…

વાત કરવામાં આવે તો અગાઉ ગત વર્ષ માં મેં મહિના માં અછાલિયા ગામેં પ્રકાશચંદ્ર જસવંતસિંહ રાવ સુરત થી કુળદેવી મહાલક્ષ્મી ના મઁદિર ના પાઠોત્સવ ના પ્રસંગે યજ્ઞ કરવા પરિવાર સાથે અછાલિયા ગામ આવ્યા હતા તે રાત્રી દરમિયાન ચોર તેઓ ના ઘરમાં ઘૂસીને રૂમ માં મુકેલ તિજોરી માં રાખેલ સોના ચાંદી ના ઘરેણાં મળી 25 લાખ ઉપરાંત ની ચોરી કરી તસકરો ફરાર થઈ ગયા હતા જેમાં ઘર માલિક ને આ ચોરી થયા નો આઘાત લાગતા તેઓ નું હૃદય હુમલા થી મૃત્યુ પણ થયું હતું…..

જે ઝગડીયા તાલુકામાં ચોરી ની બનેલી સૌવથી મોટી ઘટના કહી શકાય..પરંતુ ઉમલ્લા પોલીસ ક્યાંક ને ક્યાંક આ ઘટના ને હલકા માં લઈ આના ઉપર કોઈ પણ જાતની હજુ સુધી કોઈ લિંક મેળવી શકી નથી અને ચોરો હજુ પણ પોલીસ પકડ માંથી દૂર છે…

તેજ વર્ષ દરમિયાન પણ ઉમલ્લા નજીક આવેલ રાજશ્રી પોલિફિલ કંપની માં પણ ચોરી ની બે ઘટનાઓ બની હતી જેમાં એક કંપની સ્ટાફ માં રહેતા કર્મચારી ના કોટર્સ માં મુદ્દા માલ સહિત ઘરેણાં ની ચોરી કરી ચોર રફૂચક્કર થઈ ગયા હતા…તો બીજી ઘટના તેના ટૂંક જ સમય માં ઘટી હતી જેમાં રાજશ્રી પોલિફિલ કંપની ના સ્ટાફ કોલોની ની અંદર માંજ આવેલ મંદિર માં રાખેલ દાન પેટી માં રાખેલ દાન ચોરો હાથ ફેરો કરી ગાયબ થઈ ગયા હતા..જેમાં પોલીસ ના હાથમા કઈ પણ લાગ્યું ના હતું….જેમાં માહિતી અનુસાર કંપની સંચાલકો દ્વારા પણ આ બાબતને ધ્યાને ના લેતા કોઈ કાર્યવાહી ના થઈ હોવાના એહવાલ મળ્યા હતા…

ત્યારે ઝગડીયા તાલુકામાં ચોરી ની ઘટનાઓ અવારનવાર બનતા અને તેનો ભેદ હજુ સુધી ના ઉકેલાતા સ્થાનિકો માં ક્યાંક ને ક્યાંક અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે લોકો ના રક્ષણ માટે રાખેલ પોલીસ જયારે જનતા ના રૂપિયા દાગીના ઘરવખરી નું રક્ષણ ના કરી શક્તિ હોઈ તો આવા રક્ષકો નું કામ શુ…લોક મુખે ચર્ચા પ્રમાણે હાલમાં કેટલીક કચેરીઓ માં લોકો ના કેશો માં અમુક વચ્ચેટ્ટીઓ અમુક

પોલીસ કર્મીઓ સાથે મળી સમાધાન કરી મોટા પાયે રૂપિયા ખખેરી લેતા હોવાની વાતો એ પણ વેગ પકડ્યો હોવાની લોકો માં ચર્ચા થઈ રહી છે ત્યારે પોલીસ તંત્ર પણ જો આવા કામો છોડી ચોરી ની ઘટનાઓ ના ભેદ ઉકેલવા પ્રયાસ કરે છે કે નહીં તે જોવું રહ્યું….

#દૂરદર્શી ન્યૂઝ


Share to

You may have missed