November 21, 2024

ઝગડીયા જીઆઇડીસીમાં એબોટ કંપની બહાર આડેધડ રોડ પર પાર્ક કરાતા વાહનોને લઇને હાલાકી સરેઆમ નિયમોનો ભંગ કરીને ટ્રાફિક સમસ્યા સર્જતા વાહન ચાલકોને નિયમો કોણ શીખવાડશે ?

Share to

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

ભરૂચ જીલ્લાના ઝઘડિયા સ્થિત GIDC માં આવેલ એબોટ કંપની ગેટ બહાર આવેલ રોડ ઉપર ભારદ્વારી વાહનો આડેધડ જાહેર માર્ગો પર પાર્ક કરાતા હોવાથી અન્ય વાહન ચાલકો અને રાહદારીઓને અગવડ ભોગવવી પડે છે.

ઝગડીયા GIDC એબોટ ચોકડી પર ભારે વાહનો આડેધડ પાર્ક કરેલા દેખાયા હતા. લાઇનસર પાર્ક કરેલ આ વાહનોને લઇને વાહન ચાલકોએ જાણે જાહેર માર્ગને પાર્કિંગ ઝોન બનાવી દીધો હોય એમ જણાતું હતુ. જોકે ઝગડીયા GIDC દ્વારા પાર્કિંગ ની વ્યવસ્થા કરવા છતાં આ વાહન કંપની ગેટ ની સામે અથવા રોડ ઉપર આડેધડ ઉભા કરી દેવામાં આવે છે પરંતુ કંપની સતાધિસો જાણે કાયદા ની પરવાહ કર્યા વિના આવા વાહન ને સુવ્યવસ્થિત પાર્કિંગ કરવાની સૂચના સુધા નથી આપતા ત્યારે ઝઘડિયા જીઆઇડીસી ઉતરોત્તર વિકાસની દિશામાં આગળ વધી રહી છે તે ખુશીની વાત ગણાય, પરંતું આ વિકાસની સાથેસાથે વિસ્તરતી જતી સમસ્યાઓ પણ હલ થવી જોઇએ તે જરૂરી બની ગયું છે આ બાબતે ઝગડીયા ઇન્ડસ્ટ્રીઅલ એસોશિયેશન પણ લાગતા વળગતા કંપની સતાધિસો ને જરૂરી સૂચના આપે તે જરૂરી છે .ઝઘડિયા GIDC માં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંગીન બનાવવા GIDC માટે અલગ પોલીસ સ્ટેશન પણ ફળવાયું છે. ત્યારે GIDC માં આડેધડ નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને નિયમોનું ભાન કરાવવા પોલીસ અસરકારક ભુમિકા અપનાવે તે જરુરી બન્યું છે. આડેધડ જાહેર માર્ગો પર કોના બાપની દિવાળીની જેમ વાહનો પાર્ક કરતા વાહન ચાલકો પર તાકીદે દંડનીય કાર્યવાહી કરાય તેવી લોકલાગણી અને લોકમાંગણી પ્રવર્તી રહી છે….

#DNSNEWS


Share to

You may have missed