November 21, 2024

પોલીસ ગુનેગાર ની ફાઈલ ક્યારેય બંધ કરતી નથી કેમ??

Share to

ઈકરામ મલેક (રાજપીપળા)

કેટલીકવાર સામાન્ય બોલચાલ મા એવું કહેવાય છે કે પોલીસે અમુક ગુનેગાર ની ફાઈલ બંધ કરી દીધી… પરંતુ પોલીસ ક્યારેય કોઈ ફાઈલ બંધ કરતી નથી, હા તપાસ અધિકારી બદલાયા કરે અને નવા અધિકારી ઓ આવતા ગુનેગારો ની ફાઈલો ઉપર પોતાની રીતે કામ કરતા રહેતા હોય છે, છાપા મા આવે કે ફલાણો આરોપી 15 કે 20 વર્ષ પછી પકડાયો!! ત્યારે સામાન્ય વાચક ને અચરજ થતું હોય છે…

નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા પોલીસ મથકે વર્ષ 2010 થી પ્રોહીબિશન ના ગુના કામે છેલ્લા 12 વર્ષ થી ભાગેડુ ગુનેગાર તરીકે નોંધાયેલા મહારાષ્ટ્ર કસુંબા કવાટી ના આરોપી ગુલાબ દેવીદાસ શિંદે ને નર્મદા જિલ્લા LCB પોલીસ ના ઇન્સ્પેકટર એ.એમ પટેલ દ્વારા ટેક્નિકલ સર્વેલન્સ અને અને હ્યુમન ઇન્ટેલિજેન્ટ દ્વારા આરોપી નું પગેરું શોધી કાઢ્યું હતું. અને કાયદા નો સામનો કરવા માટે આરોપી ને પોલીસ દ્વારા પકડી લેવાયો હતો

આરોપી ગુલાબ દેવીદાસ શિંદે મહારાષ્ટ્ર ના ધુલિયા ખાતે છુપાયો હોવાની ચોક્કસ ખાતરી થતા અહીંયા થી પોલીસ ના માણસો ને આરોપી ને પકડી લાવવા માટે નું કામ સોંપવામાં આવ્યું હતું. આથી આરોપી ને પકડી લાવી ડેડીયાપાડા પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો.

આમ 12 વર્ષ થી નાસ્તા ફરતા આરોપી ને પકડી લેવામાં LCB નર્મદા ને સફળતા મળી હતી.


Share to

You may have missed