ડી એન એસ ન્યૂઝ 11-05-22
પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા
ઝઘડિયાના મુલદ ગામે ઘરના આંગણામાં મુકેલ મોટરસાયકલની રાત્રી દરમિયાન ચોરી થવા પામી છે..
લગ્ન પ્રસંગ પતાવી પાછા ફર્યા બાદ મુલદ ખાતે મિત્રના ઘરના આંગણામાં મોટરસાયકલ મુકી હતી..
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મુલદ ગામે રાત્રી દરમિયાન ઘરના આંગણામાં પાર્ક કરીને મુકેલ મોટરસાયકલની ચોરી થઇ હોવાની ઘટના બનવા પામી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગોવાલી ગામે રહેતા રોશનભાઇ ધનસુખભાઇ પાટણવાડીયા નામના યુવક પાસે તેના પિતાના નામની મોટરસાયકલ છે, જે મોટરસાયકલ રોશન ચલાવતો હતો.
ગત તારીખ 6 ના રોજ રાતના નવેક વાગ્યાના સમયે રોશન તેના ઘરેથી મોટરસાયકલ લઇને અંકલેશ્વર ખાતે લગ્ન પ્રસંગમાં જવા નીકળ્યો હતો. રોશન મુલદ ગામેથી તેના મિત્ર વિજયભાઇ વસાવાને સાથે લઇને મોટરસાયકલ પર અંકલેશ્વર ખાતે લગ્નમાં ગયો હતો. લગ્ન પ્રસંગ પતાવીને બન્ને મિત્રો ત્યારબાદ રાતના એક વાગ્યાના સમયે મુલદ પાછા ફર્યા હતા. રોશન તેના મિત્ર વિજય વસાવા રહે.મુલદના ઘરના આંગણામાં મોટરસાયકલ પાર્ક કરીને વિજયના ઘરે સુઇ ગયો હતો. સવારના આઠેક વાગ્યે ઉઠીને જોયું તો મોટરસાયકલ જ્યાં લોક કરીને મુકેલ હતી ત્યાં હતી નહિ. ત્યારબાદ તપાસ કરવા છતાં મોટરસાયકલ મળી નહતિ, જેથી મોટરસાયકલની રાત્રિ દરમિયાન ચોરી થઇ હોવાની ખાતરી થઇ હતી. રૂ 25000 ની કિંમતની મોટરસાયકલ રાતના કોઇ અજાણ્યા ચોર ઉઠાવી ગયેલ હોઇ રોશન પાટણવાડીયા રહે. ગામ ગોવાલી, તા.ઝઘડિયા, જી.ભરૂચનાએ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
#DNSNEWS
#satishvasava
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો