ઝગડીયા તાલુકાના વલી ગામે દીપડો ઘરનના વાળામાં દેખા દેતા ગ્રામજનો માં ફફડાટ….

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા,ઝગડીયા DNSNEWS

છેલ્લા ત્રણ દિવસ થી દીપડો ગામમાં આવ્યો હોવાની વિગતો..

ઝગડીયા ના માનવ વસ્તી નજીક વધતી જતી દીપડા ની સઁખ્યા ચિંતાજનક…

ઝગડીયા તાલુકાના વલી ગામે એક દીપડો લોકો ના વાળા માં તેમજ નજીક ના ખેતરો માં આટાફેરા કરતો નજરે ચડતા લોકોમાં ભય નો માહોલ સર્જાયો છે આ દીપડો દિવસ દરમિયાન પણ ખેતર તેમજ વાળા ના ભાગે જોતા લોકો એ દીપડા ના ડરથી ઘર ની બહાર નીકળવાનું બન્ધ કરી દીધું છે તો તેઓ ના પશુ ઓનું પણ મારણ કર્યું હોઈ તેવું પણ ગ્રામજનો જણાવી રહ્યા છે…

અત્રે ઉલ્લેખનીય છે કે ઝગડીયા તાલુકા માં મોટી સઁખ્યા માં દીપડાઓ નો વસવાટ હોઈ જેથી અવારનવાર દીપડા રહેણાંક વિસ્તાર તેમજ લોકો ના ખેતરો માં વસવાટ કરતા જોવા મળ્યા છે અને અગાઉ ના સમય માં કેટલાક લોકો ઉપર જાણ લેવા હુમલા પણ કર્યા છે જેમાં ઘણા લોકોના મોત સહિત ગંભીર ઈજાઓ પણ થઈ છે ત્યારે વલી ગામ જંગલ વિસ્તાર ને અડી ને આવેલ હોઈ અહીંયા માનવ વસ્તી પણ હોઈ તેમજ તેઓ ના ઢોર ઢાકર સહિત અન્ય પશુઓ પણ હોઈ ત્યારે આ દીપડો કોઈ પશુ તેમજ માનવ ઉપર હુમલો કરે તે પેહલા વનવિભાગ આ જગ્યા ઉપર દીપડા ને પકડી પાડવા કોઈ પીજરું મુકવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે…

#DNSNEWS #DNSNEWSANDBYOND #BHARUCH #NEWS


Share to