નેત્રંગ ના અસરગ્રસ્તો માટે મદદની અપીલ કરી, અન્ય વ્યવસ્થા ન થાય ત્યા સુધી સાંજ – સવાર ભોજનની સુવિધા આપશે : MLA મહેશ વસાવા નેત્રંગના જીન બજાર વિસ્તારમાં આક્રમક વલણ વાપરી તંત્રએ ડીમોલેશન ચલાવ્યું હતું. ડીમોલેશનમાં નેત્રંગ ટાઉનના 367 જેટલા કુટુંબો અચાનક ઘર વિહોણા બન્યા છે. ઉનાળાના આકરા તાપ તડકામાં આ લોકોએ નોધારો થવાનો વારો આવ્યો છે ત્યારે આદિવાસીઓમાં નામનાં ધરાવતાં દેડિયાપાડાના MLA મહેશ વસાવા અસરગ્રસ્ત બનેલા પરિવારોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન નોધારા ધ પરિવારો એ તંત્ર અને સરકાર ઉપર આક્ષેપોનો મારો ચલાવ્યો હતો. આ સાંભળી મહેશ વસાવાએ આવનારા દિવસોમાં વિવિધ પુરાવા એકત્ર કરી હાઈકોર્ટમાં તંત્ર વિરુદ્ધ પીટીશન દાખલ કરવાની બાહેધરી પણ આપી હતી. અને બીજી તરફ માનવતા ના ધોરણે મહેશ વસાવાએ અસરગ્રસ્ત લોકોને મદદરૂપ થવા અપીલ કરી હતી.
યોગ્ય પૂરાવાના એકત્રીકરણ બાદ તંત્ર વિરુદ્ધ પીટીશન દાખલ કરીશું. MLA મહેશ વસાવા મહેશ વસાવા સાથે
દૂરદર્શી ન્યૂઝ ટીમે ટેલીફોનીક સંપર્ક કર્યો હતો, જ્યાં હાઈકોર્ટેમાં પીટીશન ફાઈલ કરવાની બાબતને લઈ પૂછ્યું હતું, પરંતુ પ્રથમ માનવતાના ધોરણે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે મદદપૂરી પાડવા લોકોને હાકલ કરી હતી. મારા તરફથી યથાશકિત દરરોજ સાંજ સવાર અસરગ્રસ્તોને જમાડવાની વ્યવસ્થા કરવામાં આવશે. અને અસરગ્રસ્ત લોકો પાસે યોગ્ય પૂરાવા
મળશે એ પ્રમાણે
તંત્ર વિરુદ્ધ પીટીશન દાખલ કરીશું.
ગ્રામજનો મદદ કરો, મદદ કરો ના નારા સાથે મામલદાર કચેરી સુધી મદદથી ગુહાર
ડીમોલેશન દરમ્યાન ઘર વિહોણા થયેલાં લોકોએ ગાંધી બજાર વિસ્તારથી મામલદાર કચેરી સુધી રેલી કાઢીને નેત્રંગ ટાઉનના સામાન્ય લોકો સામે મદદની ગુહાર લાગવી હતી. મદદ કરો ગ્રામજનો મદદ કરોનાં નારા સાથે મામલદાર કચેરી સુધી મદદથી ગુહાર લગાવી હતી. બીજી તરફ ઘરના ડીમોલેશન દરમ્યાન ઘર વખરી અને બીજો સામના પણ લોકોને કાઢવાં દેવામાં આવ્યો નોહતો. આ સાથે સાથે તમામ લોકો બીજી પણ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. ત્યારે માનવતાના ધોરણે લોકોએ આગળ આવી મદદરૂપ બનવું જોઈએ. રમઝાનના પવિત્ર માસ દરમ્યાન જકાત લીલલાહની રકમ જરૂરીયાતમંદોને આપવામા આવતી હોઈ છે. જ્યારે હાલ નવરાત્રીનો તહેવાર પણ ચાલે છે ત્યારે અનેક મંદિરો અને સ્થળો લોકો અનાજ કે રોકડ રકમ દાન આપતાં હોય છે. ત્યારે હાલ નેત્રંગના 367 કુટુંબીજનોમાંથી ઘણાં કુટુંબોને અનાજ, રોકડ રકમ અથવા જકાત લીલલાહના રકમની જરૂરિયાત છે. આમ જરૂરિયાતમંદ કુટુંબોને માનવતાના ધોરણે લોકોએ મદદરૂપ બનવા આગળ આવવું જોઇએ.
MLA મહેશ વસાવા તરફથી છેલ્લા ત્રણ દિવસથી બે ટાઇમ ઘર વિહોણા તમામ કુટુંબોને જમવાનું આપવાની શરૂઆત કરાઈ છે. અહીં રોજ અમે 350 થી 400 લોકો જમીએ છીએ. આ પગલું ખરેખર આવકાર્ય છે. અમે હજુ પણ લોકોને અપીલ કરિયે છીએ કે, હાલ રોજગારી આમરી બંધ છે. અમારી પાસે હાલ તરત કોઈ સુવિદ્યા ઉલબ્ધ નથી, આથી અમે લોકો કોઈ બીજી સુવિધા કરીએ ત્યા સુધી અમારી મદદ કરો.
રિપોર્ટર :- વિજય વસાવા નેત્રંગ
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.