ડી એન એસ ન્યૂઝ ભરૂચ 04-04-22
સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ દ્વારા આઈનોક્સ પાસે, ઝાડેશ્વર ખાતે આવેલ નિજધામ સોસાયટીમાં યોગ ક્લાસની બહેનો માટે અતુલ્ય વીર ચેરીટેબલ ટ્રસ્ટ ના સીઆઈઓ અનુરાગ દુબે, જેઆઈઓ સેજલ વસાવા, જેઆઈઓ રોશની વસાવા હાજર રહી બહેનોને અને બાળકોને સેલ્ફ ડિફેન્સની ટેકનીક શિખવાડી હતી. મુશ્કેલી ના સમયે પોતાનો સ્વબચાવ કેવી રીતે કરવો તથા સમય સુચકતા જોઈ સામાવાળા પર કેવી રીતે પ્રહાર કરવો તે પણ શિખવ્યું હતું. પોતાની પાસે હોય તેવી વસ્તુઓ જેમકે આઈડીકાર્ડ, સેફ્ટી પીન, હેર પીન, બોલપેન, મોબાઈલ ને શસ્ત્ર બનાવી કેવી રીતે સામાવાળા પર વાર કરી પોતાનો સ્વબચાવ કરવો તેવી ટેકનીકો તેઓએ શિખવી હતી.
સંસ્કૃતિ ટ્રસ્ટ ના પ્રોજેક્ટ ચેરમેન શિતલબેન ગોસાલીયા અને નિપાબેન ભાવસાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામ માં સંસ્કૃતિ ટ્રસ્ટ ના સ્થાપક હેમાબેન પટેલ અને પ્રમુખ ઉષાબેન સિધ્ધપુરા હાજર રહ્યા હતા અને બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો. પ્રોગ્રામ ના અંતે બહેનોને આયુર્વેદ માં શ્રેષ્ઠ અજમા ના રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
#DNSNEWS
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.