November 21, 2024

ઝઘડિયા તાલુકાના દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતના જાહેર માહિતી અધિકારી દ્વારા અરજદારને સમયસર (RTI)માહિતી આપવાના બદલે ખોટા પ્રલોભનો અને લાલચ આપી ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરતા કલેકટર સમક્ષ રજૂઆત…

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા દ્વારા ઝગડીયા

ડી એન એસ ન્યૂઝ,ભરૂચ 15-03-22

અરજદાર અજય ચુનીલાલ વસાવા દ્વારા ગ્રામ પંચાયતમાં માહિતી માંગવામાં આવી હતી જે ન મળતાં તેમણે બીજી અપીલ ગાંધીનગર ખાતે કરી હતી જેની સુનાવણી આગામી દિવસોમાં હોય આ પ્રકારનું વર્તન જાહેર માહિતી અધિકારી દ્વારા અરજદાર સાથે કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કરયો છે.

ઝઘડિયા તાલુકાના દુમાલા વાઘપુર ગ્રામ પંચાયતમાં છેલ્લા પાંચ વર્ષમાં થયેલ વિવિધ વિકાસના કામો બાબતે દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયત વિસ્તારના રહીશ અજયભાઈ ચુનીલાલભાઈ વસાવા દ્વારા ગ્રામ પંચાયતમાં જાહેર માહિતી અધિકાર હેઠળ માહિતી માંગવામાં આવી હતી, જે માહિતી દુમાલા વાઘપુરા ગ્રામપંચાયતના જાહેર માહિતી અધિકારી તલાટી કમ મંત્રી દ્વારા સમયમર્યાદામાં નહીં આપતા તેમણે તાલુકા વિકાસ અધિકારી તથા બીજી અપીલ ગાંધીનગર માહિતી ખાતામાં કરી હતી, જેના સંદર્ભમાં આગામી તા.૧૬.૩.૨૨ ના રોજ વીડિયો કોન્ફરન્સથી અપીલની સુનાવણી કલેકટર કચેરી ભરૂચ ખાતે રાખવામાં આવેલી છે.

ગાંધીનગરની અપીલની સુનાવણી પહેલા દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતના જાહેર માહિતી અધિકારી તલાટી કમ મંત્રી દ્વારા અરજદાર અજય વસાવાને ખોટા પ્રલોભનો અને લાલચ આપી માહિતી ન આપવા ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેના સંદર્ભમાં આજરોજ અરજદાર અજય વસાવા દ્વારા ભરૂચ જિલ્લા કલેકટરને એક લેખિતમાં રજૂઆત કરી છે તેમાં તેમણે જણાવ્યું છે કે અપીલની સુનાવણી દરમિયાન દુમાલા વાઘપુરા ગામ પંચાયતના તલાટી કમ મંત્રી તરફથી ખોટા પ્રલોભનો અને લાલચ આપી માહિતી નહી આપવા ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો કરવામાં આવી રહેલ છે, કાયદાકીય જોગવાઈ મુજબ માંગેલ માહિતી કાયમી પ્રકારની છે જે માહિતી મળવાપાત્ર છે તેમ છતાં પોતાની ફરજમાં આવતું કામ ન કરવા અને માનસિક ત્રાસ આપવા તથા યેનકેન પ્રકારે માહિતી આપવાથી ખૂબ જ મોટું કૌભાંડ બહાર આવે છે અને માહિતી ને લઇ કંઇપણ થશે તો તેની તમામ જવાબદારી સરકારી તંત્રની રહેશે તેમણે જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે માહિતી ઝડપી અને સુવાચ્ય તથા અત્યંત પૂરેપૂરી મળે તેવો આદેશ કરશો વધુમાં સરકારી તંત્રની બેદરકારીને લઇને રાજકીય વગના લોકોએ સરકારી નાણાંનો દુરુપયોગ કરી સરકારને ખૂબ જ મોટું આર્થિક નુકસાન કરેલ છે તેમ ભરૂચ કલેકટરને લેખીતમાં રજૂઆત કરી છે.


Share to

You may have missed