પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા
ડી એન એસ ન્યૂઝ -22-02-22 ભરૂચ
હાઇટેન્શન વીજ લાઇનના થાંભલા પર ભડાકો થતાં તેનાથી આ ઇસમનું મોત થયુ હોવાનું અનુમાન
ઝઘડીયા ખાતેની જીઆઇડીસીમાં એક કંપની નજીક આવેલ ખેતરમાંથી કોઇ અજાણ્યા પુરુષનો અર્ધ બળેલ હાલતમાં નગ્ન અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે ઝઘડીયા પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના દધેડા ગામના ઉદેસિંગભાઇ વસાવા નામના ખેડૂતનું એક ખેતર ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલું છે. આ ખેતરમાં તુવેરનું વાવેતર કરેલું છે. ગતરોજ તા.૨૧ મીના રોજ રાત્રી દરમિયાન આ ખેતરમાં એક અજાણ્યા પુરુષનો અર્ધ બળેલ અને નગ્ન હાલતમાં મૃતદેહ પડેલ હોવાનું જણાતા તલોદરાના રહીશ વિઠ્ઠલભાઈ છગનભાઈ વસાવાએ આ અંગે ઝઘડીયા પોલીસમાં જાણ કરતા પોલીસે મૃતદેહનો કબજો લઇને જરુરી કાર્યવાહી હાથ ધરી હતી.
વધુમાં મળતી વિગતો મુજબ આ ખેતરમાંથી પસાર થતી ભારે દબાણવાળી વીજ લાઇનના થાંભલા ઉપર ભડાકો થયો હતો, અને પોલીસ તપાસ દરમિયાન તેનાથી આ ઇસમનું બળી જવાથી મોત થયુ હશે એમ મનાય છે. જોકે હાલતો આ અજાણ્યા મૃતકની ઓળખ થઇ શકી નથી. અને આ ઇસમ કોણ છે, ક્યાંનો છે અને આ સ્થળે કેમ આવ્યો હતો તે બાબતો પણ હાલતો રહસ્ય સર્જે છે. ત્યારે વીજ થાંભલા પર ભડાકો થવો અને આ ઇસમનો અર્ધ બળેલ હાલતમાં મૃતદેહ મળવો એ બાબતે ઝઘડીયા પોલીસે ઘટના સંદર્ભે આગળની કાર્યવાહી કરીને તપાસ હાથ ધરી હતી.
#DNS NEWS
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.