માસ્ક માત્ર ૧૬ સેકન્ડ માટે ઉતારતા ૨ લાખનો દંડ

Share to



(ડી.એન.એસ),નવીદિલ્હી,તા.૦૧
આ ઘટના ફેબ્રુઆરી ૨૦૨૧ની છે, જ્યારે યુકેમાં તમામ જાહેર સ્થળોએ માસ્ક પહેરવું ફરજિયાત હતું. એક ન્યુઝ વેબસાઈટ સાથે વાત કરતા, ક્રિસ્ટોફરે કહ્યું કે તેને માસ્ક પહેરવાના નિયમથી કોઈ સમસ્યા ન હતી. પરંતુ તેણે માત્ર થોડી સેકંડ માટે માસ્ક ઉતાર્યો, તે પણ જ્યારે તેની તબિયત સારી ન હતી. થોડા દિવસો પછી, ક્રિસ્ટોફરને જ્યારે છઝ્રઇર્ં ક્રિમિનલ રેકોર્ડ્‌સ ઑફિસ તરફથી એક પત્ર મળ્યો ત્યારે તે ચોંકી ગયો. કારણ કે તેને ફ્ર૧૦૦નો દંડ ભરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે ક્રિસ્ટોફરે અધિકારીઓને એક ઈ-મેલ પર સ્પષ્ટતા આપીને દંડ ભરવાનો ઇનકાર કર્યો, ત્યારે તેને એક બીજાે પત્ર મળ્યો જેમાં તેના પરનો દંડ વધારીને ફ્ર૨,૦૦૦ કરી દેવામાં આવ્યો હતો. ક્રિસ્ટોફરે કહ્યું, મેં તેને ઈમેલ કરીને સમજાવ્યું કે માત્ર ૧૬ સેકન્ડ માટે માસ્ક ઉતારવા માટે હું દંડ ભરવાનો નથી. પછી મહિનાઓ સુધી તેના વિશે કોઈ માહિતી મળી ન હતી. પણ જ્યારે ડિસેમ્બરની શરૂઆતમાં મને એક પત્ર મળ્યો ત્યારે હું ચોંકી ગયો. તેમાં કહેવામાં આવ્યું હતું કે મારા પર ફ્ર૨,૦૦૦નો દંડ બાકી છે. આ દંડ એટલો બધો છે કે મારી આખી આવક પણ તેને પૂરો કરી શકે નહીં. ક્રિસ્ટોફરે કહ્યું, ‘જ્યારે મેં તેમને ઈમેલ કર્યો ત્યારે ખબર પડી કે મામલો તેમની જાણ વગર કોર્ટમાં પહોંચી ગયો. તેમણે એ જણાવવા માટે એક વૈધાનિક ઘોષણા પર હસ્તાક્ષર પણ કરવા પડ્યા કે તે તેના વિશે કંઈ જાણતો નથી. જાે કે કાનૂની લડાઈ હજુ પૂરી થઈ નથી. ક્રિસ્ટોફર ટૂંક સમયમાં આ મામલે કોર્ટમાં હાજર થશે.


Share to