(ડી.એન.એસ),નવીદિલ્હી,તા.૦૧
કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણે દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યુ હતુ. બજેટ પૂર્વે સરકારે દાવો કર્યો હતો કે આ બજેટમાં દરેક માટે કંઈક રાખવામાં આવ્યું છે. જાે કે આજના બજેટથી સામાન્ય જનતાને ભારે નિરાશા થઇ છે. બજેટ પર નિરાશા વ્યક્ત કરતા પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે બેરોજગારી અને મોંઘવારીથી પીસાઈ રહેલા સામાન્ય લોકો માટેનું બજેટ શૂન્ય છે. સરકાર મોટા શબ્દોમાં ખોવાઈ ગઈ છે, જેનો કોઈ મતલબ નથી આ કોઇ રીતે પેગાસસ સ્પિન બજેટ નથી. અમિત શાહે કહ્યું કે બજેટનું કદ વધારીને ૩૯.૪૫ લાખ કરોડ કરવું એ કોરોનાના સમયમાં પણ ભારતની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા દર્શાવે છે. નાણાકીય ખાધનું લક્ષ્ય ૬.૯% થી ઘટાડીને ૬.૪% કરવું એ એક મોટી સિદ્ધિ છે, મને ખાતરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત રાજકોષીય ખાધ ઘટાડશે. તેને ૪% સુધી લાવવામાં સફળ થશે. મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલ આ બજેટ એક દૂરદર્શી બજેટ છે, જે ભારતની અર્થવ્યવસ્થાનું માપદંડ છે. આ બજેટ ભારતને આર્ત્મનિભર બનાવશે અને આઝાદીના ૧૦૦મા વર્ષમાં નવા ભારતનો પાયો નાખશે. આ માટે હું ઁસ્ નરેન્દ્ર મોદી અને ર્નિમલા સીતારમણને અભિનંદન આપું છું.
More Stories
નેત્રંગના ઘાણીખુંટ પાસે આવેલ કરજણ નદીના પુલ પરથી કન્ટેનરે નદીમાં ખાબક્યું
Surat માં 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
છોટાઉદેપુર જિલ્લામા કમોસમી વરસાદ… ધરતી પુત્રો ચિંતામા જિલ્લામાં ખાબકયો 56 MM વરસાદ..