September 7, 2024

સ્વાસ્થ્ય સંબંધિત ઘણી માહિતી હવે ઓનલાઈન ઉપલબ્ધ થશેસરકાર હેલ્થ ઈકોસિસ્ટમ માટે ડિજીટલ પ્લેટફોર્મ લાવશે

Share to



(ડી એન.એસ),નવીદિલ્હી,તા.૦૧
કેન્દ્રીય નાણાં પ્રધાન ર્નિમલા સીતારમણે સંસદમાં કેન્દ્રીય બજેટ ૨૦૨૨-૨૩ રજૂ કર્યું. બજેટ દરમ્યાન કેન્દ્રિય નાણા પ્રધાને કહ્યું કે, રોગચાળાને કારણે લોકોનું માનસિક સ્વાસ્થ્ય બગડ્યું છે. આ માટે નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે. નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામમાં એવી ૨૩ સંસ્થાઓને મર્જ કરવામાં આવશે, જે માનસિક સ્વાસ્થ્ય માટે કામ કરી રહી છે. નેશનલ ટેલી મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ દ્વારા, લોકો નિષ્ણાતો સાથે સીધી વાત કરી શકશે અને તેમની સમસ્યાઓનું સમાધાન શોધી શકશે. વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન કહે છે કે વિશ્વભરમાં માનસિક બીમારીઓથી સંબંધિત કેસ વધી રહ્યા છે. તેની સીધી અસર આરોગ્ય અને અર્થવ્યવસ્થાના ક્ષેત્રમાં જાેવા મળી રહી છે. માનસિક વિકૃતિઓના મોટાભાગના કેસો ડિપ્રેશનમાંથી આવે છે. તે સૌથી સામાન્ય માનસિક વિકાર છે, જે વિશ્વભરમાં ૨૬૦ મિલિયન લોકોને અસર કરે છે. મોટાભાગની મહિલાઓ ડિપ્રેશનથી પીડિત છે. રિસર્ચ રિપોર્ટ કહે છે કે, કોરોના કાળમાં ડિપ્રેશન, સ્ટ્રેસ અને બેચેનીના કેસ વધ્યા છે. કેન્દ્ર સરકારના નેશનલ ટેલી-મેન્ટલ હેલ્થની મદદથી લોકોને મોટી રાહત મળી શકે છે.શનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામમાં લોકો તણાવ, હતાશા અને બેચેની જેવા મુદ્દાઓ પર વાત કરી શકે છે અને આવી માનસિક વિકૃતિઓનો ઉપચાર કરી શકાય, જેથી નિષ્ણાતો સાથે ફોન પર વાત કરી શકાય.આરોગ્ય ક્ષેત્ર માટે બજેટમાં ઘણી જાહેરાતો કરવામાં આવી હતી. નાણા પ્રધાને સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને નેશનલ ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ માટે ઓપન પ્લેટફોર્મ શરૂ કરવાની વાત કરી. જાે તેને સરળ ભાષામાં સમજીએ, તો સરકાર હેલ્થ ઇકોસિસ્ટમ માટે ડિજિટલ પ્લેટફોર્મ લાવશે. એટલે કે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી માહિતી ઓનલાઈન ઉપલબ્ધ થશે. નેશનલ ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ શરૂ કરવામાં આવશે. જેના દ્વારા તમને અનેક પ્રકારની માહિતી મળશે. ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમની મદદથી આરોગ્ય પ્રદાતાઓ વિશે માહિતી ઉપલબ્ધ થશે, સરકાર સામાન્ય માણસને કઈ આરોગ્ય સુવિધાઓ પૂરી પાડે છે, તેનો હિસાબ કરવામાં આવશે. નેશનલ ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમમાં જ દરેક નાગરિકની એક આગવી આરોગ્ય ઓળખ હશે. એટલે કે, તમારા સ્વાસ્થ્યનો હિસાબ કરવામાં આવશે.


Share to

You may have missed