November 21, 2024

ઝઘડિયા તાલુકાના જાંબોઇ ગામે ઉપ સરપંચની ચુંટણી બાદ બે પક્ષો બાખડ્યા

Share to

ડી એન એસ ન્યૂઝ – 21-01-22 ભરૂચ

મારાં મારી મા 10 લોકો સામે પોલીસ ફરિયાદ ઝગડીયા તાલુકામાં ઝગડા મારામારી યથાવત….

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા

ઝઘડિયા તાલુકાના જાંબોઇ ગામે ગ્રામ પંચાયત ખાતે યોજાયેલી ઉપ સરપંચની ચુંટણી બાદ બે પક્ષો વચ્ચે તકરાર થતાં બન્ને પક્ષે નોંધાવેલ ફરિયાદમાં કુલ ૧૦ ઇસમો સામે ગુનો નોંધાયો હતો.જોકે આ લડાઈ બાબતે એક વિડિઓ પણ સામે આવી રહ્યો છે જેમાં બે પક્ષ લડાઈ કરી રહ્યા છે અને તેમાંના એક વ્યક્તિ ને અન્ય પક્ષ ફેટ પકડી મારી રહ્યા હોવાનું નજર આવી રહ્યું છે…આ અંગે વધુ મળતી વિગતો મુજબ જાંબોઇ ગામના વિરેન્દ્રભાઇ રામજીભાઈ વસાવાએ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવી હતી કે તેમના માતા સાવિત્રીબેન વસાવાએ જાંબોઇ ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરપંચ તરીકે ઉમેદવારી કરી હતી અને તેઓ બે મતથી હારી ગયા હતા.

તેમની પેનલના કુલ આઠમાંથી ત્રણ સભ્યો જીત્યા હતા. દરમિયાન ગતરોજ તા.૨૦ મીના રોજ મોટી જાંબોઇ ગ્રામ પંચાયત ઓફિસ ખાતે ગ્રામ પંચાયતના ઉપ સરપંચની ચુંટણી યોજાતા ઉપ સરપંચ તરીકે બીટીપી પક્ષના માવજીભાઇ ભાણાભાઈ રોહિત ચુંટાઇ આવ્યા હતા. વિજેતા પેનલના માણસો રોડ પર કિકિયારીઓ કરીને ફટાકડા ફોડતા હતા, તે દરમિયાન ગામના કનુભાઇ વસાવા, ભરતભાઇ વસાવા, કમલેશભાઈ વસાવા, અશ્વિનભાઇ વસાવા, પરસોત્તમભાઇ વસાવા, ખુમાનભાઇ વસાવા અને જગદીશભાઇ વસાવા વિરેન્દ્રભાઇ અને તેમની સાથે બેઠેલ લોકો પાસે આવ્યા હતા અને કહેવા લાગેલ કે તમે બીજેપી પક્ષમાંથી ઉભા રહેલ પણ જોયુને અમે બીટીપી પક્ષવાળા જીતી ગયા. ત્યારબાદ વિરેન્દ્રને તે લોકોએ ગાળો બોલીને માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અન્ય ઇસમોએ વચ્ચે પડીને તેને વધુ મારમાંથી બચાવ્યો હતો. આ અંગે વિરેન્દ્ર રામજીભાઇ વસાવા રહે.નાની જાંબોઇ તા ઝઘડિયાનાએ કનુભાઇ રેવલાભાઇ વસાવા, ભરતભાઇ કનુભાઇ વસાવા, કમલેશભાઇ લક્ષ્મણભાઇ વસાવા, અશ્વિનભાઇ ખુમાનભાઇ વસાવા, પરસોત્તમ બોખાભાઇ વસાવા, ખુમાનભાઇ રેવલાભાઇ વસાવા અને જગદીશભાઇ ઝીણાભાઈ વસાવા તમામ રહે.ગામ નાની જાંબોઇ તા.ઝઘડિયાના વિરુધ્ધ ઉમલ્લા પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી.
બીજી ઘટનામાં નાની જાંબોઇ ગામના અશ્વિનભાઇ ખુમાનભાઇ વસાવાએ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવી હતી કે તેમની પત્નિ ઇન્દુબેન જાંબોઇ ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરપંચ તરીકે ચુંટાઇ આવ્યા હતા. દરમિયાન ગતરોજ તા.૨૦ મીના રોજ મોટી જાંબોઇ ગામે ગ્રામ પંચાયતની ઓફિસે ઉપ સરપંચની ચુંટણી યોજાતા તેમની પેનલના માવજીભાઇ રોહિત ચુંટાઇ આવ્યા હતા. ત્યારબાદ વિજેતા પેનલના માણસો ગ્રામ પંચાયત ઓફિસ સામે ફટાકડા ફોડતા હતા. તે દરમિયાન ગામના વિરેન્દ્ર વસાવા અશ્વિનભાઇ પાસે દોડી આવ્યા હતા અને ફટાકડા ફોડવા બાબતે ઝઘડો કર્યો હતો. આ ઝઘડા દરમિયાન ત્રણ ઇસમોએ ભેગા મળીને અશ્વિનભાઇને માર માર્યો હતો. અને ધમકી આપીને કહ્યુ હતુંકે કેવી રીતે પંચાયત ચલાવો છો તે જોઇ લઇશું. આ બનાવ સંદર્ભે અશ્વિનભાઇ ખુમાનભાઇ વસાવા રહે.નાની જાંબોઇ તા.ઝઘડીયાનાએ વિરેન્દ્ર રામજીભાઈ વસાવા રહે.નાની જાંબોઇ, રણજીત રમેશભાઈ વસાવા રહે.નાની જાંબોઇ તેમજ જગદીશ ઉર્ફે ધોની મંગાભાઇ વસાવા રહે.મોટી જાંબોઇના વિરુધ્ધ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.

#દૂરદર્શી ન્યૂઝ

Share to

You may have missed