આર્ટિસ્ટ એસોસિયેશન ઓફ ગુજરાત આ ઓ જી સંગઠન ને વેગ આપવા અને રાજ્ય ભરના કલાકારોના વ્યાજબી હક્કો અને અધિકારો અપાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે ત્યારે આ સંગઠન માં સૌવ પ્રથમ સુરેદ્રનગર જીલ્લા સંગઠનનાં પ્રમુખ તરીકે પ્રશંસનીય અને પ્રેરણા દાયક કામગીરી પૂરી પાડીને કલાકાર આલમ માં ખુબજ લોકપ્રિય બનેલ છે. આ અભિનેત્રી કલા ક્ષેત્રે અનેકવિધ અનેરી સફળતાઓ હાંસલ કરેલ છે કોલેજ કાળ થીજ શિક્ષણ- ગીત સંગીત- અને લેખન કળા ની સાથે સાથે સમાજ સેવિકા તરિકે મહિલાઓ નાં સર્વાંગી વિકાસમાં અનેકવિધ પ્રવુતિઓ સાથે એક આગવી ઓળખ ઉભી કરી ને સમગ્ર ઝાલાવાડ પંથકને ગૌરવ અપાવેલ છે આજે એક આદર્શ શિક્ષિકા ઉપરાંત એંકર- મોડેલ- અભિનેત્રી- સિંગર- ગીતકાર અને સફળ લેખિકા તરીકે સફળતાના અનેક શિખરો સર કરીને દર્શકોમાં છવાયેલી આ સોહામણી અભિનેત્રી સામાજીક સમરસતા પ્રત્યે પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહેલ છે સાથે સાથે ગીત સંગીત, રમત ગમત, અને નુત્ય ની સફળ ટ્રેનર તરીકે મહિલાઓ ને પોતાની માનદ સેવા પૂરી પાડી રહી ને દીકરીઓ ને ઉત્તમ સ્વાસ્થ્ય અને શિક્ષણ પુરું પાડવા ની સાથે સાથે દીકરીઓ નાં જીવન સાથે વણાયેલ અને જોડાયેલ સત્ય ઘટનાઓ અને તેનાં પરિણામો ના સંકલન સાથે” હેતની હેલી” નામે એક પુસ્તક લખી રહેલ છે અને ટૂંક સમયમાં જ આ પુસ્તકનું વિમોચન કરવા જઈ રહેલ છે ત્યારે કલાકારો ને પ્રોત્સાહિત કરવા અને તેમાં રહેલા ટેલેન્ટ ને ઊજાગર કરવા પોતાનો અમુલ્ય સમય ફાળવી ને આ ઓ જી નાં પ્રદેશ કાર્યાલય મંત્રી તરીકે ની વિશેષ જવાબદારીઓ સ્વીકારી પદ ને શોભાવી રહેલ છે ત્યારે રાજ્યના કલાકારો તરફથી અભીનંદન વર્ષા થઇ રહેલ છે.
પાર્થ વેલાણી
More Stories
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો
નેત્રંગ તાલુકામા રેતમાફીયો-ભુમા ફીયોની રોયલ્ટી પાસ વગરની રેતી,માટી,કપચી ભરી જતી પાંચ ટ્રકો મામલતદારે ઝડપી પાડી.