November 21, 2024

રાજપીપળા: પીવા ના પાણી ની ટાંકી મા મરેલા કબુતરો છે? કે નહીં? ચાલો જાત તપાસ કરીએ..

Share to

ગત તારીખ 6 સપ્ટેમ્બર 2021 ના રોજ રાજપીપળા પાલિકા વોર્ડ નં 5 માં પીવા નું સપ્લાય આપતી ટાંકી મા મરેલા કબુતરો જોવા મળતા અરેરાટી ફેલાઈ હતી.

ઈકરામ મલેક:-

આજ રોજ રાજપીપળા સિંધીવાડ વિસ્તાર ના યુવાનો દ્વારા પોતાના વિસ્તાર મા પીવા ના પાણી નું સપ્લાય આપતી પાણી ની ટાંકી મા કેટલી સાફ સફાઈ અને સ્વચ્છતા છે એ જોવા માટે પાલિકા ના મુખ્ય અધિકારી શ્રી રાહુલ ઢોડીયાજી ને અરજી સ્વરૂપે પત્ર પાઠવી પાણીની ટાંકીની જાત તપાસ કરવા દેવા મંજૂરી આપવા માટે વિનંતી કરવામાં આવી હતી ગત તારીખ 6 સપ્ટેમ્બર 2021 ના રોજ સદર પાણીની ટાંકીમાંથી મરેલા કબૂતરો નસવ પાણીમાં તરતા હોવાની ઘટના ને કેટલાક સ્થાનિક યુવાનોએ મોબાઈલ કેમેરા વડે શૂટ કરી આ મામલાનો ઘટસ્ફોટ કર્યો હતો.

તે સમયે સ્થાનિક યુવાનો દ્વારા પાલિકાના સત્તાધીશોને વિનંતી કરાઇ હતી કેસર પાણીની ટાંકીમાંથી વિતરિત કરવામાં આવતું પાણી તાત્કાલિક અટકાવી દેવામાં આવે અને જ્યાં સુધી પાણીની ટાંકી ની પૂર્તિ સાફ-સફાઈ અને ક્લોરીનેશન ના થાય ત્યાં સુધી વિસ્તારના લોકોને વૈકલ્પિક વ્યવસ્થા દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવે પરંતુ પાલિકા તંત્ર દ્વારા આવું કોઈ પણ પગલું ન ઉઠાવી માત્ર તૂટેલી જાળીને રીપેર કરાવી કબૂતરોની અવરજવરને બંધ કરી દીધા નો દાવો કરી સંતોષ માન્યો હતો પાલિકા પ્રમુખ દ્વારા આ ઘટનાને નકારવામાં આવી હતી અને રદિયો આપવામાં આવ્યો હતો.

ત્યારે નગર મા ચર્ચા નો વિષય બનેલી આ ઘટના ને ત્રણ મહિના જેટલો સમય વીતી જતા આજરોજ સ્થાનિક યુવાનો દ્વારા સદર પાણીની ટાંકી ની કેટલી સાફ સફાઈ થઈ છે અને શું પરિસ્થિતિ છે એની જાત તપાસ કરવા માટે પાલિકા ચીફ ઓફિસર ને લેખિત અરજ ગુજારી તેઓને રૂબરૂ પાલિકાના અધિકૃત માણસોની હાજરીમાં પાણીની ટાંકી ની સ્થિતિ જોવા માટે મંજૂરી આપવા માટે અરજ ગુજારવામાં આવી છે. હવે પાલિકા તંત્ર આ યુવાનો ને મંજૂરી આપે છે કે કેમ એ જોવાનું રહે છે.


Share to

You may have missed