November 22, 2024

મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨ અંતર્ગત મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિની વિગત ચૂંટણીપંચે નિયત કરેલ સ્થળોએ જાહેર જનતા માટે ખૂલ્લી મૂકાઇ

Share to


રાજપીપલા,ગુરૂવાર:- ભારતના ચૂંટણી પંચની સુચના મુજબ તા.૦૧/૦૧/૨૦૨૨ ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ – ૨૦૨૨ અંતર્ગત તા.૦૧/૧૧/૨૦૨૧ થી તા.૦૫/૧૨/૨૦૨૧ સુધી સ્વીકારવામાં આવેલ હક્ક-દાવા વાંધા અરજીઓની તૈયાર થયેલ સંકલિત મુસદ્દા મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ તા.૦૫/૦૧/૨૦૨૨ ના રોજ ચૂંટણી પંચે નિયત કરેલ સ્થળોએ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ ૧૪૮-નાંદોદ વિધાનસભા મતવિભાગમાં ૭૫૧૦ નવા મતદારો, ૧૪૯-દેડિયાપાડા વિધાનસભા મતવિભાગમાં ૮૦૪૭ નવા મતદારો મળી જિલ્લાના કુલ – ૧૫૫૫૭ નવા મતદારો નોંધાયેલ છે. આ મતદારયાદીના ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમિયાન નર્મદા જિલ્લામાં ૧૮-૧૯ વર્ષની વય જૂથના ૮૪૮૬ મતદારો નોંધાયેલ છે. જેથી નવીન પ્રસિધ્ધિ થયેલ મતદારયાદી મુજબ નર્મદા જિલ્લામાં ૨,૨૮,૮૦૩ પુરુષ મતદારો, ૨,૨૪,૫૮૭ સ્ત્રી મતદારો અને ૪ ત્રીજી જાતિના મતદારો મળીને કુલ – ૪,૫૩,૩૯૪ મતદારો મતદારયાદીમાં નોંધાયેલ છે. તેમજ નવીન ઈ.પી.રેશીયો ૬૩.૪૨%, નવીન જેન્ડર રેશીયો – ૯૮૨ થયેલ છે. નવીન પ્રસિધ્ધ થયેલ મતદાર યાદી ચૂંટણીપંચે નિયત કરેલ સ્થળોએ જાહેર જનતા માટે ખુલ્લી મુકવામાં આવેલ છે. નવીન પ્રસિધ્ધ થયેલ મતદાર યાદી https://ceo-gujarat.gov.in વેબ સાઈટ પર પણ જોઈ શકાશે, જેની જાહેર નોંધ લેવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, નર્મદા-રાજપીપલાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.


Share to