December 1, 2024

૯ લાખ મેટ્રિક ટન શેરડીના લક્ષ્યાંક સાથે નર્મદા શુગર ફેક્ટરીમાં નવા વર્ષમાં શેરડી પિલાણ શરૂ કરાયું… નર્મદા શુગરના કસ્ટોડિયન ચેરમેન અને તમામ શુગર ફેક્ટરીના પરિવારની ટિમ અને ખેડૂતોએ પૂજા કરી..

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા DNSNEWS

ધારીખેડા ખાતે આવેલ નર્મદા જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન અને આદિવાસી વિસ્તારમાં રોજગારી આપતી નર્મદા ધારીખેડા શુગર ફેક્ટરી ખાતે ૯ લાખ મેટ્રિક ટન શેરડીના લક્ષ્યાંક સાથે લાભ પાંચમના શુભ દિવસે વૈદિક મંત્રોચ્ચાર સાથે શરૂઆત કરી હતી.

નર્મદા શુગરના કસ્ટોડિયન ચેરમેન અને તમામ શુગર ફેક્ટરીના પરિવારની ટિમ અને ખેડૂતોએ પૂજા કરી એક મહિના બાદ ફેક્ટરી ઉત્તમ ક્લોલિટીની ખાંડનું ઉત્પાદન કરવા સજ્જ બની ધમધમી ઉઠશે.૧૦,૦૦૦થી વધુ લોકોને પુનઃરોજગારી મળશે ધારીખેડા નર્મદા શુગરના ચેરમેને તમામ કારીગરોઅને કામદારોને તિલક કરી શ્રીફળ વધે૨ી શરૂઆત કરી ચોપડા અને વિભાગોમાં જઇ પૂજન કર્યુ હતુ.નવા વર્ષમાં ભરૂચ નર્મદામાં ૩૨૦૦ એકરમાં શેરડીનું વાવેતર કર્યુ છે.૯ લાખ મેટ્રિક ટન શેરડી પિલાણ ક૨ી ૯.૨૫ લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન કરવામાં આવશે.


Share to

You may have missed