November 28, 2024

નર્મદા જિલ્લામાં ધારીખેડા ખાતે આવેલ નર્મદા સુગરની 35 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ… આવનાર દિવસોમાં નર્મદા સુગર ગુજરાતમાં નંબર એક પર આવે એવા પ્રયત્નો કરવામાં આવશે :ઘનશ્યામભાઈ પટેલ

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા DNSNEWS

નર્મદા જિલ્લા ના ધારીખેડા ખાતે આવેલ સુગર ફેક્ટરી ખાતે આજરોજ સુગર ના સભાસદો ની વાર્ષિક સભાં નર્મદા સુગર ના ચરમેન ઘનશ્યામભાઈ પટેલ ની અદ્યક્ષતામાં મળી હતી જેમાં એજન્ડાના તમામ કામો ની વિગત વાર ચર્ચાઓ કરવામાં આવી હતી તેમજ અનેક કામો ને મંજૂર કરવામાં આવ્યા હતા આ સાધારણ સભામાં સંસ્થામાં આવનાર દિવસોમાં લેટેસ્ટ ટેકનોલોજી અપનાવી સંસ્થાને કઈ રીતે ફાયદો થાય તેની ચર્ચા કરવામાં આવી હતી આવનાર દિવસોમાં નર્મદા સુગર ગુજરાતમાં નંબર એક પર આવે એવા પ્રયત્નો કરવામાં આવશે તેમ જણવ્યું હતું સાધારણ સભામાં ઉપસ્થિત સંસ્થાના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ,એમડી નરેન્દ્રભાઈ પટેલ,તેમજ નર્મદા જિલ્લા તેમજ ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકા સહિત ખુબ મોટી સંખ્યામાં સભાસદો હાજર રહ્યા હતા..


Share to

You may have missed