December 3, 2024

વડોદરામાં ચાર બુટલેગરને પાસા હેઠળ જેલમાં મોકલી અપાયા

Share to

(ડી.એન.એસ)વડોદરા,તા.૨૧

૬ દિવસ પહેલા જ વડોદરામાં આર્યુવેદિક સીરપની આડમાં આલ્કોહોલ મિશ્રિત દારૂ બનાવવાના કેસમાં આરોપી નીતિન કોટવાણી પીસીબીએ પાસા હેઠળ ભુજ સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો હતો. કોરોના કાળ દરમિયાન ડુપ્લિકેટ સેનિટાઈઝર બનાવવાના ગુનામાં ઝડપાયેલો નિતીન કોટવાણી ચાર માસ જેલવાસ ભોગવીને જામીન પર છુટ્યો હતો. જામીન પર છૂટ્યા બાદ તેણે આર્યુવેદિક સીરપની આડમાં દારૂ બનાવવાની પ્રવૃત્તિ શરૂ કરી હતી.દરમિયાનમાં પીસીબીને બાતમી મળી હતી કે, શેડ નં. એ – ૭૪, દુર્ગા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, જૈન દેરાસર સામે, સાંકરદા ગામે, સયાજીપુરા એ.પી.એમ.સી. માર્કેટમાં તેમજ ગોરવા જી.આઈ.ડી.સી. પ્લોટ નં. ૨ના બીજા માળે હર્બલ પ્રોડક્ટની આડમાં આલ્કોહોલ મિશ્રત પ્રોડક્ટ બનાવાય છે. પીસીબીએ સીરપની આડમાં દારૂ બનાવતી ફેક્ટરીઓ પર દરોડો પાડી ૧ કરોડ ૫ લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.થર્ટી ફસ્ટને ધ્યાનમાં રાખતા વડોદરા શહેર સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અલગ-અલગ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓ જામીન પર મુક્ત થતાં ચારેય આરોપીઓનો ગુનાઇત ભૂતકાળ હોવાથી પાસા હેઠળ અટકાયતમાં લઇ રાજ્યની જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે.


Share to