November 21, 2024
ballot box, box, poll

ગોંડલના શ્રીનાથગઢમાં બેલેટ પેપરમાં વચ્ચે સિક્કો મારતા મતગણતરીમાં વિવાદ

Share to

(ડી.એન.એસ)રાજકોટ,તા.૨૧

રાજકોટ તાલુકાની વાત કરીએ તો રામનગર ગામે બેડી માર્કેટ યાર્ડના ચેરમેન અને સરપંચ પદના ઉમેદવાર જયેશભાઈ બોઘરા ૧૬૬ મતે, મઘરવાડા ગામે હેતલબેન ટોપિયા, ધમલપર ગામે વસંતબેન ધોળકિયા, બેડી ગામે મહેશ ચંદ્રાલા, લોધીકાના હરિપર પાળ ગામે મુન્નાભાઇ વિરડા અને પાંભર ઇટાળા ગામે પ્રવીણભાઇ વેકરિયા વિજેતા થયા છે. જેને પગલે રાજકોટ ગ્રામ પંચાયતની મતગણતરી કેન્દ્રની બહાર ઢોલ ઢબુક્યા હતા. અને મતગણતરી કેન્દ્રની બહાર મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા.રાજકોટ જિલ્લામાં હાલ ગ્રામપંચાયતની ચૂંટણીની મતગણતરી આજે શરુ થઈ છે. જ્યાં રાજકોટ તાલુકાના ૬ ગામને મળ્યા નવા સરપંચ મળ્યા છે. તો બીજી તરફ ગોંડલના શ્રીનાથગઢમાં બેલેટ પેપરમાં વચ્ચે સિકકો માર્યો હોવાથી મતગણતરીમાં વિવાદ થયો છે. અને ઉમેદવારોએ આ મત પોતાની તરફ ગણવા માંગ કરી હતી.આ વખતે બેલેટ પેપરની મતગણતરી કરવાની હોવાથી સાંજ સુધીમાં પરિણામ આવશે.મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે ૭૨૪ પોલીસ સ્ટાફ તૈનાત છે. રાજકોટ તાલુકાની મતગણતરી શહેરના સંતકબીર રોડ પર આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યાલય ખાતે યોજાઈ રહી છે. જ્યાં રાજકોટ તાલુકાની ૬૭ ગ્રામપંચાયતની મતગણતરી માટે ૨૨ ટેબલ ગોઠવવામાં આવ્યા છે. ચૂંટણીના ઉપયોગમાં લેવાયેલી ૧૦૮૯ મતપેટી તાલુકાના મુખ્ય મથક ખાતે સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવાઇ છે. જિલ્લામાં ૫૪૧ ગ્રામપંચાયતની ચૂંટણી યોજાવાની જાહેરાત થઈ હતી. જેમાંથી ૧૩૦ સમરસ જાહેર થતાં ૪૧૩ ગ્રામપંચાયતની ચૂંટણી રવિવારે યોજાઈ હતી. જેમાં ૭૬.૨૭ ટકા મતદાન થયું હતું. સૌથી વધુ વીછિંયા તાલુકામાં ૮૧.૪૪ ટકા નોંધાયું હતું. સૌથી ઓછું ધોરાજી ૭૦.૦૨ ટકા નોંધાયું હતું.


Share to

You may have missed