September 7, 2024

નર્મદા જિલ્લા મા 5 દિવસ મા ચોરી ના ઉપરા છાપરી પાંચ બનાવ બનતા પોલીસ ને ચોરો નો ખુલ્લો પડકાર: કુલ 6 લાખ 90 હજાર ની માલ મત્તા ગુમાવી

Share to


નર્મદા પોલીસ દ્વારા રાત્રી પેટ્રોલિંગ વધુ સઘન બનાવી, શહેર મા લાગેલા CCTV કેમેરા ના ફૂટેજ ચેક કરી ચોરો નું પગેરું મેળવે તે જરૂરી છે.

(ઈકરામ મલેક) નર્મદા બ્યુરો:- ૬જૂન ૨૦૨૧

▪️રાજપીપળા એસ.ટી ડેપો મા બસ મા બેસવા જતી મહિલા ના પર્સ માંથી રૂ.8 હજાર ની ચોરી

▪️સિસોદ્રા ગામે ઘર આગળ પાર્ક કરેલી બે હીરો હોન્ડા મોટરસાઈકલ કિંમત રૂ.40 હજાર ની ઉઠાંતરી કરાઈ

▪️મૌજી ગામ ના પાટિયા પાસે એક્ટિવા ચાલક ને રોકી મંદિર નું એડ્રેસ પૂછવાના બહાને બેભાન કરી રૂ.1 લાખ 35 હજાર ની સોનાની માળા ની ચોરી

▪️રાજપીપળા સબ જેલ પાછળ કાર નો કાચ તોડી રૂ.3 લાખ રૂપિયા ભરેલા પાકીટ અને મહત્વ ના ડોક્યુમેન્ટ ની ચોરી

▪️નાંદોદ ના વડિયા ગામ ની શ્યામવિલા સોસાયટી ના બે મકાન ના તાળા તોડી રૂ.2 લાખ 7 હજાર ની માલ મત્તા ની સાફસૂફી

નર્મદા જિલ્લા મા વીતેલા પાંચ દિવસ મા ઉપરા છાપરી ચોરી ના પાંચ બનાવો બનતા નર્મદા જિલ્લા પોલીસ ની આબરૂ ના લીરા ઉડાવતા ચોરો એ તરખાટ મચાવ્યો છે. ગત તારીખ 1 જૂન ના રોજ રાજપીપળા એસ.ટી ડેપો મા સવાર ના 10 કલાકે તંઝીલા બેન જાવીદખાંન પઠાણ નામ ની મહિલા પોતાના બાળક સાથે ભરૂચ જવા માટે બસ મા બેસવા જતા ધક્કા મુક્કી નો લાભ ઉઠાવી મહિલા ના પર્સ મા રાખેલા પાકીટ માના રૂ.8000/- ભરેલું પાકીટ કોઈકે કાઢી લેતા મહિલા એ આ બાબત ફરિયાદ નોંધાવા રાજપીપળા પો.ઈન ને અરજી કરેલ છે, જેમાં હજી સુધી પોલીસ ફરિયાદ દાખલ થયેલ નથી.

બીજો બનાવ તારીખ 2 જૂન ના રોજ નાંદોદ ના સિસોદ્રા ગામે બનવા પામ્યો ફરિયાદી કમલેશભાઈ મહેશભાઈ પટેલ, ની હીરો હોંડા મોટરસાઈકલ GJ 22 E 8341 તથા સાહેદ અલ્પેશભાઈ ચીમનલાલ પટેલ ની મોટરસાઈકલ GJ 22 D 1234 બન્ને ની કિંમત આશરે રૂ.40 હજાર ની કોઈક ચોર ઈસમો એ ઘર આગળ થી ચોરી કરી જતા આ બાબત ફરિયાદ આમલેથા પોલીસ મથકે નોંધાઈ છે.

ત્રીજા બનાવ મા સુરત થી એક્ટિવા લઈ રાજપીપળા આવી રહેલાં મોહનભાઇ લાલજીભાઈ નકુમ ને ઈશારો કરી મૌજી ગામ ના પાટિયા પાસે એક કાર ચાલકે મહાદેવ મંદિર નું એડ્રેસ પૂછવાના બહાને રોકતા તેઓ એ મને ખબર નથી તેમ કહેતા કાર મા બેસેલ ઇસમે કહેલ કે અંદર બેસેલ બાબા ના દર્શન નથી કરવા? તેમ જણાવતા ફરિયાદી ગાડી મા બેસેલ ઈસમ ને પગે લાગતા માથા ઉપર હાથ ફેરવતા બેભાન બની ગયેલ ફરિયાદી ના ગળા મા પહેરેલ સોનાની રુદ્રાક્ષ માળા કિંમત રૂ.1લાખ 35 હજાર ની ચોરી કરી ગયેલ

ચોથા બનાવમાં રાજપીપળા સબ જેલ પાછળ ધોળે દિવસે બપોર ના 12 કલાકે નર્મદા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ કિરણભાઈ વસાવાની કારનો કાચ તોડી રૂ.3 લાખ રોકડા ભરેલું પાકીટ કોઈ ચોરી ઈસમ ચોરી ગયો હતો તથા ચેકબુક આરસીબુક વિગેરે મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ સહિતના પાકનું ચોરી કરી જતા ભારે ચકચાર મચી જવા પામી છે.

પાંચમો બનાવ વડીયા ગામના શ્યામ વિલા સોસાયટી ના મકાન નંબર 32 માં રહેતા વિનીત ભાઈ બાબુભાઈ પટેલ ના મકાનના દરવાજાના તાળા તોડી ચોરી ઈસમોએ ગેરકાયદેસર પ્રવેશ કરી તીજોરીમાંથી રાખેલા રોકડા રૂપિયા 1 લાખ 50 હજાર તથા બીજા ખાનામાં મુકેલા રોકડા રૂપિયા 50 હજાર ની ચોરી કરી તથા સાહેદ કાંતિભાઈ સુકલાલભાઈ ચૌધરી ના મકાન ના દરવાજાનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશ કરી લોકર માં મુકેલા ચાંદીના સાંકડા એક જોડ જેની કિંમત આશરે રૂપિયા 5,000 તથા ઘરમાં રાખેલા રોકડા રૂપિયા 2000 મળી કુલ રૂ.2 લાખ 7 હજાર ની માલમતા ની સાફસૂફી કરી નાંખતા શહેર મા ભારે તરખાટ મચી જવા પામ્યો છે.


Share to

You may have missed