November 22, 2024

પિન્ઝા – બર્ગરની હોમ ડિલિવરી થઇ શકે તો રાશન નહિ કેમ નહિ ?: કેજરીવાલ આગ બબૂલા

Share to

આપ સરકારની ઘરે – ઘરે રાશન યોજના પર કેન્દ્રએ બ્રેક મારી

પિન્ઝા – બર્ગરની હોમ ડિલિવરી થઇ શકે તો રાશન નહિ કેમ નહિ ?: કેજરીવાલ આગ બબૂલા

ન્યૂ દિલ્હી, કેન્દ્ર સરકાર તરફથી દિલ્હી સરકારની ‘ ઘરે – ઘરે રાશન યોજના “ પર પ્રતિબંધ લગાવતા કેજરીવાલે રવિવારે એક પત્રકાર પરિષદ યોજી હતી . તેમણે કહ્યું કે આ યોજનાના અમલીકરણ માટે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી , તો પછી તમે બે દિવસ પહેલા કેમ તેને રોકી દીધી ?

કેજરીવાલે કહ્યું કે તમે આમ કહીને અમારી યોજના નામંજૂર કરી કે અને કેન્દ્રની મંજૂરી લીધી નથી . પરંતુ અમે આ યોજના માટે ૫ વખત કેન્દ્રની મંજૂરી લીધી હતી . મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું , આગામી સપ્તાહથી ઘરે – ઘરે રશન યોજના શરૂ થવાની હતી . આ માટેની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે , પરંતુ કેન્દ્ર અચાનક બે દિવસ પહેલા જ તેના પર પ્રતિબંધ લગાવી દીધો ? વડાપ્રધાનજી આજે હું ખુબ જ વ્યથિત છું . જો આજે મારા થી કોઈ ભૂલ થઈ જાય તો માફ કરી દેજો . વડાપ્રધાનજી , રાજય સરકાર આ યોજના માટે સક્ષમ છે . અને અમે કેન્દ્ર સાથે કોઈ વિવાદ ઈચ્છતા નથી . અમે તેનું નામ મુખ્યમંત્રી ઘરે – ઘરે રાશન યોજના રાખ્યું હતું . તે પછી તમે કહ્યું હતું કે યોજનામાં મુખ્યમંત્રીના નામનો સમાવેશ કરી શકાશે નહીં . અમે તમારી વાત માનીને નામ દૂર કરી નાખ્યું . ત્યારે હવે તમે અમારી યોજનાને એમ કહીને નકારી દીધી છે કે અમે કેન્દ્રની પરવાનગી લીધી નથી , અમે આ યોજના માટે ૫ વખત કેન્દ્ર સરકારની મંજુરી લીધી છે .


Share to